________________
૨
સુષ્ટિવાદ અને ઈશ્વર
“(૪) આ લેક-જગત બ્રહ્મનું નિપજાવેલું છે.”
એમ અપરવાદીનું કહેવું છે. વિવેચન–આંહિ સ્રાન્ટના સંબંધમાં “દેવ” શબ્દ વપરાયેલ છે, તે સૃષ્ટિવાદના ઈતિહાસનો આરંભકાલ સૂચવે છે. ભારતીય ધાર્મિક જગતમાં સૃષ્ટિવાદને મુખ્ય પ્રતિનિધિ વૈદિક ધર્મ છે. મહાવીરસ્વામીએ એકજ ધર્મની વિભિન્ન શાખાઓની સૃષ્ટિ સંબંધી માન્યતાઓને ઉલ્લેખ કરેલ છે. અસ્તુ. જ્યારે આપણે ઐતિહાસિક દૃષ્ટિથી વૈદિક ધર્મનું પર્યવેક્ષણ કરીએ છીએ, ત્યારે વૈદિક કાલ ત્રણ વિભાગમાં હેંચાયેલો ભળે છેઃ સંહિતાકાલ, બ્રાહ્મણકાલ, ઉપનિષતકાલ. સંહિતાકાલ સ્તુતિપ્રધાન છે. બ્રાહ્મણકાલ યજ્ઞયાગાદિ કર્મકાંડ પ્રધાન છે અને ઉપનિષત્કાલ આત્મા પરમાત્મા આદિ દાર્શનિક વિચાર પ્રગટાવનાર જ્ઞાનપ્રધાન છે.
સંહિતાકાલમાં ઈશ્વર કે સૃષ્ટિ સંબંધી કઈ વ્યવસ્થિત ચિંતન થએલું જોવામાં આવતું નથી. તે કાલમાં એક ઈશ્વરને સ્થાને અનેક દે ઉપસ્થિત થાય છે જે દેવેની પ્રાર્થના ઈષ્ટસિદ્ધિ માટે કરવામાં આવી છે. તે વખતની ઈષ્ટ વસ્તુ ખાન, પાન, વસ્ત્ર, કીર્તિ, શત્રના સંકટથી નિવારણ, ઇત્યાદિક છે. જુઓ ઋગવેદ સંહિતાના મન્ત્રોअस्मे धेहि श्रवो बृहद् घुम्नं सहस्रसप्तमं । इन्द्र तारथिनीरिषः।
( To ા ા ૮૫) અથ–હે ઇન્દ્ર ! અમને મોટી કીર્તિ, બહુ દાન સામર્થ્યયુક્ત ધન તથા અનેક રથપૂર્ણ અન્ન આપ. यो रेवान मो अमीवहा वसुवित् पुष्टिवर्द्धनः ।
સ ઃ શિપરંતુ ચતુરઃ
(8s / ૨૮ / ૨L) અર્થ –જે બ્રહ્મણસ્પતિ બૃહસ્પતિ દેવતા સમ્પત્તિશાલી, રોગાપસારક, ધનદાતા, પુષ્ટિવર્ધક અને શીધ્રફલદાતા છે, તે અમારા ઉપર અનુગ્રહ કરે.