________________
૩૩૪
સુષ્ટિવાદ અને ઈશ્વર
હિમાલયની નદીઓ. ગંગા, સિધુ, યમુના, બ્રહ્મપુત્રા આદિ નદીઓ હિમાલયની બધાથી ઉંચી શ્રેણીઓને પેલે પાર તિબેટવાળા પ્રદેશમાંથી નીકળી છે. બ્રહ્મપુત્રા પ્રાયે એક હજાર માઈલ પશ્ચિમથી પૂર્વ તરફ વહીને પછી દક્ષિણ તરફ મરડાઈને ચાલે છે. એક એક કરતી ક્રમશઃ બધી પર્વતશ્રેણિઓને કાપીને મેદાનમાં પ્રવેશ કરે છે.
એવી જ રીતે સિંધુ નદી પણ માનસરોવરમાંથી નિકળી પૂર્વથી પશ્ચિમ તરફ વહીને પછી બધી પર્વતશ્રેણિઓને કાપી મેદાનમાં પ્રવેશ કરે છે.
ગંગા અને યમુનાને ઉદ્દગમ પણ મહાન હિમાલયમાં છે. એ પણ ક્રમશઃ સમાનાન્તર બધી પર્વતશ્રેણિઓને કાપી મેદાનમાં ઉતરે છે.
ઉત્થાન કરતાં નદીઓની પ્રાચીનતા.
સાધારણ ભૌતિક નિયમ એ છે કે પહાડની નદીઓને જલમાર્ગ બે સમાનાન્તર પર્વતશ્રેણિઓની વચમાંની ઘાટીમાં હોવો જોઈએ જેમકે સિંધુ અને બ્રહ્મપુત્રાના પૂર્વાર્ધનો ભાગ. પરંતુ ગંગા વગેરેને પ્રવાહ એક પછી એક પર્વતશ્રેણિઓને કાપતે પિતાને માર્ગ બનાવે છે તે ભૌતિક નિયમ વિરુદ્ધ છે. વૈજ્ઞાનિકે કહે છે કે નદીઓને જલમાર્ગ હિમાલય પર્વતની શ્રેણિઓ કરતાં અધિક પુરાણે છે. જ્યારે હિમાલયને સ્થાને ટેથિસ મહાસાગર હતો ત્યારે દક્ષિણ મહાદેશને ઢોળાવ ઉત્તર તરફ હતો. તે સમયે નદીને પ્રવાહ ઉત્તર તરફ વહેતા ટેથિસ મહાસાગરમાં પડતા હતા. એ નદીઓ દ્વારા જે રેતી અને માટી ઘસડાઈ જતી તેથી જ હિમાલયની શિલાઓ બની અને ભૂકંપની હલચલથી જ્યારે તે ઉન્નત બન્યા ત્યારે નદીઓને પ્રવાહ દક્ષિણથી ઉત્તર તરફ જવાને બદલે ઉત્તરથી દક્ષિણ તરફ વહેવા લાગે. નદીઓનાં ઉદ્ગમસ્થાન બહુ ઉંચાં થવાથી જલપ્રવાહનો વેગ પણ અધિક થઈ ગયું અને શિલા કાપવાની શક્તિ પણ વધી