________________
વૈજ્ઞાનિક સૃષ્ટિ પરામર્શ
૩૩૫
ગઈ. એ વધેલી શક્તિથી નદીઓ પોતાને માર્ગ કાયમ કરી રાખવામાં સફલ થઈ. જેમ જેમ હિમાલયનાં શિખરે ઉંચાં થતાં ગયાં, તેમ તેમ નદીઓની શક્તિ વધતી ગઈ. ફલસ્વરૂપ પિતાની ઘાટીને દિન પ્રતિદિન ઉંડી બનાવતી ગઈ. એક તરફ નવા પર્વતની સૃષ્ટિ બનતી ગઈ, બીજી તરફ ઘાટી ઉંડી થતી ગઈ. તેનું પરિણામ એ આવ્યું કે એ નદીઓની ઘાટીઓ સમાનાન્તર પર્વતશ્રેણિઓને કાપતી કાપતી દક્ષિણ તરફ વહેવા લાગી.
સારાંશ. પહાડ એ પૃથ્વીને પર્યાય છે. પૃથ્વી એક ઠેકાણે ઉંચી બને છે, બીજે ઠેકાણે ખાડો પડે છે. સ્થળ હોય ત્યાં જલ પથરાઈ જાય છે અને જલ હોય છે ત્યાં પહાડ બની જાય છે. એ પર્યાયનો સ્વભાવ છે. દ્રવ્ય ધ્રુવ-સ્થિર રહે છે પણ પર્યાયને પલટો ક્ષણે ક્ષણે થયા કરે છે. દ્રવ્ય સંત છે અને સત નું લક્ષણ ઉત્પાદ, વ્યય, ધાવ્ય સ્વરૂપ છે. ઈશ્વરની શક્તિને વચમાં લાવવાની કોઈ આવશ્યકતા છે નહિ. ઈશ્વરની શક્તિ કામ કરતી હોત તો હિમાલય સાત મિનિટોમાં કે સાત સેકંડોમાં બની જાત. કરડે વરસો લાગત નહિ.
(ગંગા વિજ્ઞાનાંકઃ પ્રવાહ ૪, તરંગ ૧. લેખક-અનંતગોપાલ ઝિગરન એમ. એસ. સી.)
પૃથ્વીની ઉમર. (?) Des Vignoles (374 Godkrizi) Chronology of the Sacred History નામક પુસ્તકની ભૂમિકામાં લખે છે કે મારી ગણત્રી પ્રમાણે સૃષ્ટિઆરંભને સમય બે પ્રકારનો છે. ઇશુથી ૩૪૮૩ પૂર્વે અથવા ૬૯૮૪ પહેલે. સર્વ મતભેદોને ધ્યાનમાં રાખતાં કહી શકાય છે કે સૃષ્ટિ ઈસાની ૪૦૦ વર્ષ પૂર્વે બની. આર્કબિશપ ઉશર પણ એ પ્રમાણે માને છે.