________________
૩૩૦
સૃષ્ટિવાદ અને ઈશ્વર
ચેરનાર, ભાંગનાર કે વ્યભિચાર કર્મ કરનાર ગુન્હેગાર નથી, તેણે પોતાના પુરૂષાર્થથી કંઈ કર્યું નથી, નિયતિથીજ બન્યું છે. તે તેને દંડ દે મુનાસિબ નથી. છતાં જે તું તેને ગુન્હેગાર માને, દંડ દે, તે સર્વભાવ નિયતિ આધીન છે એ વાત મિથ્યા કરે છે.
આટલી વાતચીત પછી સાલપુર નિયતિવાદને છોડી દે છે અને મહાવીરસ્વામીને શ્રાવક બને છે. (૩૫૦ ૭)
આ વિષય પરત્વે વધારે વિસ્તારથી ખુલાસે “કારણ–સંવાદ” નામની પુસ્તિકામાં કરેલ છે. જિજ્ઞાસુએ ત્યાંથી અનુસંધાન કરી લેવું. सुज्ञेषु किं बहुना ?
વૈજ્ઞાનિક સૃષ્ટિ પરામર્શ.
વિજ્ઞાને યંત્રોદ્વારા પ્રાયઃ પ્રત્યક્ષ અને પ્રાસંગિક અનુમાનપ્રભાણથી દષ્ટિગોચર સૃષ્ટિનાં પૃથફ પૃથફ અંગેની જે શેધ કરી છે તેને વર્ણન ઉપરથી આ જગત સ્વયં બન્યું છે કે ઈશ્વરકૃત છે તે સ્પષ્ટતાથી જણાઈ આવશે. એટલા માટે આ પ્રકરણમાં “ગંગા’ વિજ્ઞાનાંક -પ્રવાહ ચાર-તરંગ એક ઉપરથી કેટલાંક ઉદ્ધરણેને ગુજરાતી અનુવાદ કરી પાઠકગણની સમક્ષ રજુ કરીશું કે જેથી પાઠકગણ સ્વયં વિચારણા કરી સત્યાસત્યનો નિર્ણય કરી લેશે.
હિમાલયની જન્મસ્થા. હિમાલય પર્વત વસ્તુતઃ અનેક સમાન્તર પર્વતશ્રેણિઓને સમૂહ છે. તે શ્રેણિએ એકેકની પાછળ આગળ પાછળ લાગી રહી છે. પશ્ચિમથી પૂર્વ તરફ ફેલાયેલી છે. આ શ્રેણિઓને ઢળાવ દક્ષિણ
અર્થાત ગંગા અને સિંધુના મેદાન તરફ ઘણો અધિક છે. ઉત્તરમાં . તિબેટ તરફ ઘણે ઓછો છે. બંગાલ અને સંયુક્ત પ્રાંતનાં મેદાનોથી