________________
*
-
દાર્શનિક-ઉત્તર પક્ષ
૩૨૯
નથી. અહિ સદ્દાલપુત્ત અને મહાવીરસ્વામીને સંવાદ પ્રકૃત વાદ ઉપર વધારે પ્રકાશ પાડશે.
સદાલપુર અને નિયતિવાદ, સદ્દાલપુર પ્રથમ ગોશાલકનો ઉપાસક હતો. પાછળથી શ્રીમન્મહાવીરસ્વામીને શ્રાવક બનેલ હતો. તેનો અધિકાર ઉપાસકદશાંગ સૂત્રના સાતમા અધ્યયનમાં છે. મહાવીરસ્વામી પલાસપુર નગરની બહાર સદ્દાલપુરની કુંભકાર શાળામાં ઉતર્યા છે, ત્યાં સદાલપુત્ત કુંભારની સાથે વાર્તાલાપ થયો.
શ્રી મહાવીરસ્વામી–સદ્દાલપુર ! જે આ ઠામ (ઘટ આદિ) તડકામાં સુકાવ્યાં છે તે શેમાંથી બન્યાં ?
સદ્દાલપુત્ત–ભગવદ્ ! પહેલાં માટી હતી. તેને પાણીમાં પલાળીને તેમાં રાખ વગેરે મેળવીને પિંડ બનાવી, ચાકડા પર ચડાવવામાં આવે છે. તેમાંથી આ ઠામ બનાવવામાં આવે છે.
મહાવીરસ્વામી–સદ્દાલપુર ! એ કામ ઉત્થાન, કર્મ, બલ, વીર્ય, પુરૂષાર્થ, પરાક્રમથી બન્યાં કે તેના વિના બન્યાં ?
સદ્દાલપુર–ભગવદ્ ! અનુત્થાન, અકર્મ, અબલ, અવીર્ય, અપુરૂષાર્થ, અપરાક્રમથી બન્યાં. ઉત્થાન, કર્મ, બલ, વીર્ય, પુરૂષાર્થ, પરાક્રમ છેજ નહિ. સર્વ ભાવ નિયતિઆધીન છે.
મહાવીરસ્વામી–સદ્દાલપુર ! કોઈ માણસ કાચા યા પાકા તારા ઠામને ઉપાડી જાય, વિખેરી નાખે, ભાંગે કે ફેડે અથવા અગ્નિમિત્રા નામની તારી ભાર્યા સાથે કેઈ કુકર્મ કરે તો તેને તું શે દંડ આપે ?
સદ્દાલપુર-ભગવદ્ ! તે ગુન્હેગારને આક્રોશવચન કહું, હણું, બાંધું, તાડના તર્જના કરું, નિભટ્સને કરું, કિબહુના અકાલે જીવિતથી ૨હિત કરું.
મહાવીરસ્વામી–સદાલપુર! જે ઉત્થાન, કર્મ, બલ, વીર્ય, પુરૂષાર્થ, પરાક્રમ નથી, સર્વભાવ નિયતિ આધીન છે, તે તે ઠામ