________________
३२८
સુષ્ટિવાદ અને ઈશ્વર न चैकैकत एवेह, क्वचित किश्चिदपीक्ष्यते । तस्मात् सर्वस्य कार्यस्य सामग्री अनिका मता ॥
(શા વા૨ા ૮૦) અર્થ–એટલા માટે કાલ, સ્વભાવ, નિયતિ અને કર્મ એ ચારે સમુદાય રૂપે ગર્ભાદિ સર્વ કાર્યનાં કારણ રૂપ છે એમ ન્યાયવાદીઓએ જાણવું જોઈએ. કોઈ પણ સ્થળે કઈ પણ કાલે એ ચારમાંની એકે એક વસ્તુથી એકાંતરૂપે કાર્યની નિષ્પત્તિ થતી નથી, માટે એ ચારેના સમૂહ રૂપ સામગ્રી સર્વકાર્યના કારણ તરીકે માનવી યુક્ત છે.
એજ વાત સિદ્ધસેન દિવાકરે સંમતિતકમાં કહી છે. જુઓ : काली सहावणियई, पुव्वकयं पुरिसकार गंता। मिच्छत्तं ते चेव उ, समासओ हुंति सम्मत्तं ॥ १॥
અર્થ—કાલ, સ્વભાવ, નિયતિ, પૂર્વકૃત અને પુરૂષકાર-પુરૂષાર્થ એ પાંચની પૃથફ પૃથફ કારણતા એકાંતપણે સ્થાપન કરવી તે મિથ્યાત્વ છે. પાંચને સમન્વય કરી કારણતા બતાવવી તે સમ્યક્ત્વ છે. પાંચમાં ગૌણ મુખ્યતા જરૂર છે. કેઈ સ્થળે કાલ પ્રધાન તે બીજા ચાર ગૌણ. કોઈ સ્થલે કર્મ પ્રધાન તે બીજા ચાર ગૌણ છે. એમ પાંચમાં સમજવું. અવસર્પિણીના પહેલા આરામાં સુખમાં સુખ અને છઠા આરામાં દુઃખમાં દુઃખ, ઉત્સર્પિણીના પહેલા આરામાં દુઃખમાં દુઃખ અને છઠા આરામાં સુખમાં સુખ; એ સ્થળે કાળની પ્રધાનતા છે. ભરતક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્રમાં જ્યારે એકાંત દુઃખ અથવા એકાંત સુખ હોય છે ત્યારે મહાવિદેહ ક્ષેત્રમાં સદૈવ સરખું સુખ હોય છે. ત્યાં સ્વભાવની મુખ્યતા છે. જ્યાં નિકાચિત કર્મને ઉદય છે, ત્યાં નિયતિ–ભાવી–ભાવની મુખ્યતા છે. એક જ વેળાએ એક માબાપને પેટે જન્મેલ બે બાળકોમાં એક રોગી એક નીરોગી, એક સુભાગી એક દુર્ભાગી, ત્યાં કર્મની મુખ્યતા છે. મુક્તિ મેળવવામાં પુરૂષાર્થની પ્રધાનતા છે. એકાંત દૈવ ઉપર કે ભાવીભાવ ઉપર આધાર રાખનારને મુક્તિ મળી શકતી