________________
દાર્શેનિક-ઉત્તર પક્ષ
૩ર૭
અર્થ-કાલવાદી કહે છે કે સ્વભાવ એકરૂપ હોવાથી કાર્યમાં વિચિત્રતા આવતી નથી તે કાલને સ્વભાવ સાથે મેળવે. કાલ સાપેક્ષ સ્વભાવ વિચિત્ર કાર્ય ઉત્પન્ન કરી શકશે. અનેકાંતી કહે છે કે ત્યારે એકાંત સ્વભાવવાદ ક્યાં રહ્યો ? કાલવાદને સાથે મેળવવો હોય તે સ્વભાવવાદને તો તિલાંજલિ મલી ગઈ.
कालोऽपि समयादिर्यत्, केवलः सोऽपि कारणम् । तत एव मसंभूतेः, कस्यचिन्नोपपद्यते ॥
( To વાઇ હત૦ ૨ ૭૭) અર્થ અહો કાલવાદી ! કાલ પણ શું ચીજ છે? સમય મુહૂર્ત આદિ કાલ છે એમ કહેવું પડશે. બીજાની અપેક્ષા વિના શું સમય આદિ કાલ કોઈ પદાર્થને ઉત્પન્ન કરી શકશે ? નહિજ કરી શકે. ત્યારે કાલ પણ નિરપેક્ષ કેાઈનું કારણ નહિ બની શકે.
यतश्च काले तुल्येऽपि, सर्वत्रैव न तत्फलम् । अतो हेत्वन्तपरापेक्षं, विज्ञेयं तद्विचक्षणः ॥
(૨ro વાઇ રૂ. ૨ા ૭૮) અર્થ-કાલ જે નિરપેક્ષ કારણ હોય તો કાલ સર્વત્ર એક રૂપ જ છે. જે કાલે એક ઠેકાણે ઘટ ઉત્પન્ન થાય તે કાલે સર્વત્ર ઘટની ઉત્પત્તિ થવી જોઈએ, પણ તેમ થતું નથી. મૃત્તિકા હોય ત્યાં ઘટ ઉત્પન્ન થાય છે, તંતુ હોય ત્યાં પટ ઉત્પન્ન થાય છે. માટે કાલની સાથે બીજી પણ કંઈક કારણ હોવું જોઈએ. જ્યારે બીજા કારણને માનશો ત્યારે એકાંત કાલવાદને પણ તિલાંજલિ ભલી ચુકી. ત્યારે શું થવું જોઈએ તે અનેકાંતવાદી હરિભદ્રસૂરિજી કહે છેઃ
अतः कालादयः सर्व, समुदायेन कारणम् । गर्भादेः कार्यजातस्य, विज्ञेया न्यायवादिभिः ॥ ..
(શા વા. ૦ ૨ ૭૨)