________________
વૈજ્ઞાનિક સૃષ્ટિ પરામર્શ
૩૩૧ પર્વતશ્રેણિઓ એકાએક ઘણું ઉંચી થઈ ગયેલી છે......પશ્ચિમમાં પંજાબ તરફ પહાડોની ઉંચાઈ ક્રમથી વધેલી છે. તે તરફથી હિમા
ચ્છાદિત પર્વતશ્રેણિઓ પ્રાયઃ ૧૦૦ માઈલ દૂર છે અને ત્યાંથી શ્રેણિઓ દેખાતી પણ નથી.
ઉક્ત શ્રેણિઓ ત્રણ ભાગમાં વહેંચાયેલી છે?
(૧) “મહાન હિમાલય” અથવા કેન્દ્રસ્થ પર્વતશ્રેણિઓ, જેની ઉંચાઈ વીશ હજાર કુટ યા તેનાથી અધિક છે. આ શ્રેણિએમાં જ માઉન્ટ એવરેસ્ટ આદિ ઉચ્ચ શિખર પણ છે, જેમાંનાં મુખ્ય મુખ્ય નીચે પ્રમાણે છેઃ
માઉંટ એવરેસ્ટ (ગૌરીશંકર ) નેપાલમાં. ર૯,૦૦૨ ફુટ કિંચનચંગા
, ૨૮,૨૫૦ , ધવલગિરિ
ગ ૨૬,૮૦૦ , નંગા પર્વત
કાશ્મીરમાં ૨૬,૬૦૦ ગશેર બુમ
કારાકોરમમાં ૨૬,૪૭૦ ગેસાઈથાન
કુમાયુમાં ૨૬,૬૫૦ , નન્દાદેવી
૨૫,૬૫૦ , રાકા પોશી
કૈલાસમાં ૨૫,૫૫૦ ,, (૨) “મધ્યવર્તી હિમાલય.” એની સરેરાશ ઉંચાઈ બાર હજારથી પંદર હજાર ફુટની વચમાં છે. આ પ્રાયઃ પ૦ માઈલ પહોળાઈમાં છે.
(૩) “બાહ્ય હિમાલય” અથવા શિવાલિક શ્રેણિઓ, જે મેદાન અને મધ્યવર્તિ હિમાલયની શ્રેણીઓની વચમાં છે. એની સરેરાશ ઉંચાઈ ત્રણ હજારથી સાત હજાર ફુટની વચમાં છે. એની પહોળાઈ ૫થી ૩૦ માઈલ સુધીની છે. મસૂરી તથા નૈનીતાલ આ શ્રેણિઓમાં જ છે.
વૈજ્ઞાનિક અન્વેષણથી માલમ પડયું છે કે લગભગ સાડા ત્રણ કરોડ વરસ પહેલાં આ સ્થાને મહાસાગર હતા. વિજ્ઞાનિકોએ સાબિત કર્યું છે કે હિમાલયના પત્થર પત્થર અને કણ કણમાં સામુદ્રિક