________________
દાર્શનિક-ઉત્તર પક્ષ
૩૨૫ चित्रं भोग्यं तथा चित्रात्, कर्मणोऽहेतुताऽन्यथा। तस्य यस्माद्विचित्रत्वं, नियत्यादेर्युज्यते कथम् ।।
( ૦ વા ત. ૨. ૬૮) અર્થ-નાના પ્રકારના ભાગ નાના પ્રકારના કર્મથી સિદ્ધ થાય છે. નાના પ્રકારના કર્મ સ્વીકારવામાં ન આવે તો વિચિત્ર ભોગનો કોઈ હેતુ નહિ રહે. આ વિચિત્રતા નિયતિ આદિથી સધાવાની નથી, કારણકે—
नियतेनियतात्मत्वान्नियतानां समानता। तथा लियतभावे च, बलात्स्यात्तद्विचित्रता ।।
(શા વા ત૨ દ૨) અર્થ_નિયતિનું સ્વરૂપ નિયત છે. નિયત કાર્યમાં સમાનતા રહેવાની; વિચિત્રતા નહિ આવે. બીજા કારણને ન માનતાં નિયતિને જ કાર્ય માનશે તે કાર્યમાં વિચિત્રતા નિયમથી નહિ આવે, જબરદસ્તીથી લાવો તો ભલે. માટે કર્મને જ કારણ માને.
न च तन्मात्रभावादे-युज्यतेऽस्या विचित्रता । तदन्यभेदकं मुक्त्वा, सम्यग्न्यायाविरोधतः॥
- ( ૦ વા તૈ૦ ૨ [ ૭૦) અર્થ–સમ્યફ ન્યાયદષ્ટિથી જોશે તો કાર્યમાં વિચિત્રતા લાવવા માટે કેવલ નિયતિથી કામ નહિ થાય કિન્તુ તદન્યભેદક = નિયતિ શિવાય બીજું કારણ માનવું પડશે. એકાંતપણે કેવલ નિયતિથી નહિ ચાલે.
तद्भिन्नभेदकत्वे च, तत्र तस्या न कर्तृता । तत्कर्तृत्वे च चित्रत्वं, तद्वत्तस्याप्यसङ्गतम् ॥
(શા વા તૈ૦ ૨ ૭ર) અર્થ–નિયતિ શિવાય બીજાની કારણતા માનવામાં નિયતિનું કતૃપણું નહિ રહે. તેમ થવાથી નિયતિમાં સવહેતુત્વના સિદ્ધાન્તને લોપ થયો. કદાચ નિયતિનું કર્તાપણું સ્વીકારવામાં આવે તે કાર્યમાં વિચિત્રતાની અસંગતિ કાયમ રહી.