________________
૩૨૪
સૃષ્ટિવાદ અને ઈશ્વર
नचर्ते नियति लोके, मुद्गपक्तिरपीक्ष्यते । तत्स्वभावादिभावेऽपि, नासायनियता यतः॥
(ા વારત ૨ા ૨) अन्यथाऽनियतत्वेन, सर्वभावः प्रसज्यते । अन्योन्यात्मकतापत्तेः, क्रियावैफल्यमेव च ॥
(ા વા. ત. ૨. દક) અર્થ સુગમ છે. કર્મવાદી એકાંત કર્મની કારણતાનું યશોગાન કરતાં કહે છે કેઃ न भोक्तृव्यतिरेकेण, भोग्यं जगति विद्यते । न चाकृतस्य भोक्ता स्यान्, मुक्तानां भोगभावतः॥
(શro વાઇ રહ૦ ૨ા ) भोग्यं च विश्वं सत्त्वानां, विधिना तेन तेन यत् । दृश्यतेऽध्यक्षमेवेदं, तस्मात्तत् कर्मजं हि तत् ॥
(વા. ત. ૨ા હ૬) न च तत्कर्मवैधुर्य, मुद्गपक्तिरपीक्ष्यते । स्थाल्यादिभङ्गभावेन, यत्किचिन्नोपपद्यते ॥
(શro હત ૨ા ૬૭) અર્થ—આ જગતમાં ભોકતા વિના ભોગ્ય છે નહિ. ભકતા પણ કૃત કર્મને થશે, અકૃત કર્મને કઈ ભકતા નહિ બની શકે. અકૃત કર્મનો પણ ભોક્તા માનશો તો મુક્ત આત્માઓને પણ ભોગને પ્રસંગ આવશે. આ જગત સંસારી પ્રાણીઓને સુખદુઃખાદિ દેવાને પ્રકારે ભેગપ્રયોજન છે તે પ્રત્યક્ષ દેખાય છે. એટલા માટે જગત ભકતૃકર્મજન્ય છે; માટે જગત નું કારણ કર્મ જ છે. ભક્તાનાં કર્મ અનુકૂલ ન હોય તો મગનો પાક પણ નહિ દેખાય. બીજું કંઈ નહિ મલે તો હાંડલીજ ભાંગી જશે એટલે તેને ખાવામાં કામ નહિ આવે.