________________
| દાર્શનિક-ઉત્તર પક્ષ ૩૨૧ સિદ્ધ થશે, તો પછી પ્રવૃત્તિ જ સદંતર ઉડી જવાનો પ્રસંગ આવશે. માટે છોડે એકાંત સત્કાર્યવાદની બલાને.
શું એક પ્રકૃતિ જ સર્વનું કારણ છે?
મેવાનાં ભિાત' ઈત્યાદિ હેતુઓથી એક પ્રકૃતિને જ સર્વના કારણ તરીકે સ્થાપિત કરવાની પૂર્વપક્ષીએ કેશશ કરી છે પણ તે ઠીક નથી, કેમકે ભેદોના પરિમાણ અને એકકારણુજન્યતાની પરસ્પર વ્યાપ્તિ સિદ્ધ થતી નથી. અનેક કારણજન્યતાને સ્થળે પણ ભેદપરિમાણ રૂપ હેતુ રહેવાથી વ્યભિચાર દોષ આવે છે; જો કે સામાન્ય કારણુજન્યતાની સાથે વ્યાપ્તિ પ્રસિદ્ધ છે; તેને કારણમાત્ર જન્મતારૂપે સાધવા હેતુપ્રયોગ કરે તે સિદ્ધસાધન છે.
પૂર્વપક્ષીને બીજો હેતુ ભેદનું સમન્વયદર્શન છે, અર્થાત બુદ્ધિઆદિ ભેદને પ્રકૃતિમાં સમન્વય દેખાય છે, માટે પ્રકૃતિ જ સર્વ ભેદેનું કારણ છે. ઉત્તરપક્ષી કહે છે કે અહિ હેતુ અસિદ્ધ છે. સુખ, દુખ, મેહ એ ભેદે છે અને શબ્દાદિ પણ ભેદ છે. એ બધાને સમન્વય પ્રકૃતિમાં થતો નથી કારણકે સુખદુઃખાદિ તે ચેતન છે અને શબ્દાદિક અચેતન છે. ચેતન અચેતન બન્નેને સમન્વય પ્રકૃતિમાં થવો પ્રમાણવિરૂદ્ધ છે. પૂર્વપક્ષી કહે છે કે પ્રસાદ તાપ ન્યાદિ પ્રકૃતિના ધર્મો છે અને પ્રકૃતિમાં સમન્વિત થાય છે તે પણ એકાંત ઠીક નથી. પ્રકૃતિથી ભિન્ન આત્મા છે એવી ભાવના ભાવવાવાળા ચોગાભ્યાસી કપિલાદિના આત્મામાં પ્રસાદ હર્ષ થાય છે, તેથી વિરૂદ્ધ આત્માના દર્શન ન કરનારને ઉદેગ થાય છે. જડ બુદ્ધિવાળા મનુષ્યને મેહ ઉત્પન્ન થાય છે. તે પણ સાંખેએ આત્માને પ્રધાનમાં સમન્વિત નથી માન્યો. જે કહો કે સંકલ્પ માત્રથી પ્રીતિ આદિ ઉત્પન્ન થાય છે તે સંકલ્પ પણ જ્ઞાનસ્વરૂપ છે અને જ્ઞાન એ આત્માને ધર્મ છે. માટે સુખાદિ ચેતન હોવાથી આત્મામાં