________________
સૃષ્ટિવાદ અને ઇશ્વર
બીજી વાત એ છે કે ઉકત પાંચ હેતુ પેાતાના વિષયમાં પ્રવૃત્ત થઈ તે એ કામ કરે છે; એક તે પ્રમેય પદાર્થોમાં ઉત્પન્ન થયેલ સંશય તથા વિપર્યાસની નિવૃત્તિ કરે છે; ખીજાં નવા નિશ્ચયને જન્મ આપે છે. એ બન્ને કામ પૂર્વ પક્ષીના મતમાં નહિ થઈ શકે. સાંખ્યાને પુછે કે તમારે મતે સંશય અને વિપર્યાસ ચૈતન્યસ્વરૂપ છે કે બુદ્ધિ, મનરૂપ છે? અને કાટિમાં સંશય વિપર્યાંસની નિત્યતા કરે છે કેમકે ચૈતન્ય, બુધ્ધિ અને મન ત્રણે સત્યાવાદમાં નિત્ય સાબિત થાય છે. વળી નવા નિશ્ચયની પણ ઉત્પત્તિ થઈ શકતી નથી કારણકે સત્કાર્ય પક્ષમાં તે સદા વિદ્યમાન રહે છે. જે સાધનેાથી સંશય અને વિપર્યાસની નિવૃત્તિ ન થાય અને નિશ્ચયની ઉત્પત્તિ ન થાય તે સાધનાના ઉપન્યાસને સાર્થક કરવા માટે સાંખ્યાને અવિદ્યમાન નિશ્ચયને ઉત્પન્ન કરવા માનવાની જરૂર પડશે. એટલે ‘અસવારળતું ' ઇત્યાદિ હેતુએ આ સ્થલે વ્યભિચારી બનશે. વ્યભિચારની નિવૃત્તિ માટે હેતુને વિશેષણ લગાડવું પડશે. જેવી રીતે આ પ્રક્રિયામાં અસત્ નિશ્ચયની ઉત્પત્તિ સિદ્ધ થાય છે તેવી રીતે મહદાદિ અસતની ઉત્પત્તિ થઇ જશે માટે સત્કાર્યવાદને તિલાંજલિ આપે.
,
૩૨૦
સત્કાર્યવાદમાં બંધમાક્ષની અનુપત્તિ.
સાંખ્યાના સત્કાર્યવાદના પક્ષમાં મિથ્યાજ્ઞાન સર્વદા વિદ્યમાન રહેવાથી બંધન કાયમ રહેશે, મેાક્ષ કદિ પણ નહિ થાય. જો કહે કે પ્રકૃતિ પુરૂષના વિવેકજ્ઞાનથી મેાક્ષ થઇ જશે તે તે પણ ઠીક નથી, કેમકે વિવેકજ્ઞાન પણ સર્વદા વિદ્યમાન રહેવાથી જીવ સર્વદા મુકત રહેશે; અન્ધન તે। કદી પણ નહિ રહે. એમ થવાથી બંધમુકતના વ્યવહારના ઉચ્છેદ પ્રસંગ આવશે.
દરેક પ્રવૃત્તિ હિતની પ્રાપ્તિ અને અહિતના પરિહારને માટે હાય છે. સત્કાર્યવાદમાં દરેક પદાર્થ સદા વિદ્યમાન હેાવાથી પ્રાપ્ય અને પરિહાર્ય કઈ રહેતું નથી, એથી સંપૂર્ણ જગત્ નિરીહ-આરતિ