________________
દાર્શનિક-ઉત્તર પક્ષ
૩૧૯
જે જૈને અભિમત છે તેનું અનુસરણ થશે. સાંખ્યાના એકાંત સદ્દાદના ઉચ્છેદ થશે.
બીજી વાત એ છે કે દૂધમાં જે શક્તિ રૂપે દહિં માનેા છે તે શક્તિ દહિંથી ભિન્ન છે કે અભિન્ન ? જો ભિન્ન હોય તે દૂધમાં હિંની સત્તા સિદ્ધ ન થઇ કિન્તુ શક્તિ નામના સ્વતંત્ર પદાર્થની સિદ્ધિ થઈ. અન્ય પદાર્થના સદ્ભાવમાં અન્ય પદાર્થની સિદ્ધિ સ થા અસ’ગત છે.
કદાચ શક્તિ અને કાર્ય બંને અભિન્ન છે એ બીજો પક્ષ સ્વીકારા તે શક્તિની માફક દહિં આદિ કાર્યો પણ નિત્ય ઠર્યા, એટલે તેના માટે કાઇ કારણની આવશ્યકતા રહી નહિ. કદાચ એમ કહે કે કાર્યની અભિવ્યક્તિ માટે કારણની આવશ્યકતા છે તે ત્યાં પણ એજ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે અભિવ્યકિત સત્ છે કે અસત્? જો સત છે અર્થાત્ પ્રથમથી વિદ્યમાન છે તે તેની ઉત્પત્તિ ક્યાં રહી? વિદ્યમાન પદાર્થોની પણ ઉત્પત્તિ માનશે। તેા કારણના વ્યાપાર નિરંતર ચાલુ રહેશે, કાઇ વખતે પણ વિરામ નહિ પામે. જો અસત્ કહેશે। તે! આકાશફૂલની માફક અભિવ્યક્તિ નામમાત્ર રહી. તમે પોતેજ ‘અક્ષરાત્' એ વચનથી અસતની અનુત્પત્તિ માની છે. વળી સર્વ પદાર્થી સથા સત્ હાવાથી કાપણું બની શકતું નથી તેથી ઉપાદાન ગ્રહણ પણ અયુક્ત છે.
.
ત્રીજો હેતુ-સર્વસમ્મવામાવાતું.
પ્રતિનિયત દૂધ આદિમાંથી દૈહિ આદિનું પેદા થવુંજ સ સભવાભાવ કહેવાય છે તે સત્કાર્યવાદમાં બિલકુલ અસંભવિત છે. ચેાથે! હેતુ–રાહસ્ય રાજ્યાત્.
શક્તિયુક્ત કારણથી શક્ય વસ્તુનું ઉત્પન્ન થવું સત્કાર્યવાદમાં સંભવી શકતું નથી. જો કાઇ ઉત્પાદકથી કાઈ ઉપાદ્ય વસ્તુ ઉત્પન્ન થતી હૈાય તે ઉત્પાદક શક્તિની વ્યવસ્થા અને ઉત્પાદ્યની જન્યતાને નિશ્ચય થઇ શકે, અન્યથા શક્તિનું જ્ઞાનજ થઇ શકતું નથી. તેમજ કાતા સિદ્ધ ન થવાથી કાર્યકારણુભાવ પણ ટિત થતા નથી.