________________
૩૧૮
સુષ્ટિવાદ અને ઈશ્વર
અર્થ–કુંભારના શરીરની ચેષ્ટાથી ઘટાદિ ઉપત્પન્ન થાય છે માટે શરીરને જ કારણ રૂપ માને તે દેહ આત્માથી ભિન્ન નથી. દેહ અવ્યાપક અને સક્રિય છે જ્યારે આત્મા વ્યાપક અને નિષ્ક્રિય છે એમ કહેતા હે, અર્થાત દેહ અને આત્માની ભિન્નતા કહે તે આત્માને ભોગ પણ શી રીતે ઘટે? વળી દેહથી સર્વથા ભેદ માનતાં આત્મા મુકત રૂપ થઈ જશે, અર્થાત સંસારને ઉચ્છેદ થઈ જશે. માટે ક્ષીરનીર ન્યાયથી દેહ અને આત્માની એકતા માને તે બુદ્ધિને ભોગ આત્મામાં ઉપસ્થિત થતો દેખાશે.
સત્કાર્યવાદમાં જૈનને ઉત્તર પક્ષ. સાંખ્ય કારણમાં કાર્ય સત–હમેશાં વિદ્યમાન છે એમ માને છે, તેના સમર્થનમાં “સરપતિ ઇત્યાદિ પાંચ હેતુઓ આપે છે. પણ એ પાંચ હેતુઓ અસત્કાર્યવાદનું પણ એટલુંજ સમર્થન કરે છે, એ પ્રથમ દર્શાવ્યું છે. આંહિ ને સાંખ્યાને પુછે છે કે હે સાંખ્યો! તમે કારણમાં કાર્ય સર્વથા સત માને છે કે કથંચિત સત માનો છે? સર્વથા સત માનતા હો તે દૂધની અવસ્થામાં દહિ રસ, વીર્ય, વિપાક આદિ રૂપે સર્વથા વિદ્યમાન છેતે પછી ત્યાં ઉત્પન્ન કરવાનું શું રહ્યું ? એવી પરિસ્થિતિમાં દૂધમાંથી દહિં ઉત્પન્ન થયું નહિ કહી શકાશે કેમકે જે સંપૂર્ણ આકારથી વિદ્યમાન હોય તે કેઈથી જન્ય કહી શકાય નહિ, જેમ પ્રધાન અથવા આત્મા. જેમ દહિંનું કાર્યપણું સિદ્ધ ન થયું, તેમ મહદાદિનું પણ કાર્યપણું સિદ્ધ થતું નથી કારણકે તે પણ પ્રકૃતિમાં સદા વિદ્યમાન છે. જે કાર્ય સિદ્ધ થતું નથી તો પછી પ્રકૃતિ કારણ કેવું? જેનું વિમાનમાં કેઈ કાર્ય નથી તે કેળનું કારણ બની શકે નહિ; જેમ આત્મા. આ આપત્તિનું નિવારણ કરવાને જે કથંચિત પક્ષનો સ્વીકાર કરે અર્થાત શક્તિરૂપે સત અને વ્યક્તિરૂપે કાર્ય અસત છે તે શક્તિ એટલે દ્રવ્યરૂપે સત અને વ્યક્તિ એટલે પર્યાયરૂપે અસત, આમ સદસવાદ