________________
દાર્શનિક-ઉત્તર પક્ષ
૩૧૭
પ્રકૃતિની અનેકાંત નિત્યતા કબૂલ કરી લે તો જૈનાએ ઉપર દર્શાવેલ દોષાપત્તિ દૂર થઇ જાય છે પણ એક વાતનેા વિરાધ રહી જાય છે, તે એ કે પૂર્વ પક્ષી કૈવલ પ્રકૃતિનેજ સ્વતંત્ર કર્તાપણાને ભાર સોંપી દઇ કાર્યની પ્રર્ણાહુતિ કરે છે. કારણસામગ્રીમાંથી પુરૂષને અધિકાર બિલકુલ ખાતલ કર્યાં છે. ઉત્તરપક્ષી સૂરિજી દર્શાવે છે કે પુરૂષની અપેક્ષા તા કારણસામગ્રીમાં પગલે પગલે રહે છે. જુઓ
घटाद्यपि कुलालादि - सापेक्षं दृश्यते भवत् । अतो न तत्पृथिव्यादि- परिणामैकहेतुकम् ॥ (સા॰ વા૦ ૪૦રૂ| ૨૯)
અર્થ—ધટ આદિ સ્થૂલ કાર્ય કેવલ માટીમાંથી બની જતું નથી પણ કૈલાલ–કુંભાર આદિની અપેક્ષા રાખે છે; કુંભારના પ્રયત્ન વિના કેવલ પૃથ્વી કે માટી રૂપ ઉપાદાન કારણથી બનતું નથી. એટલે સાંખ્યાના મંતવ્ય પ્રમાણે પ્રકૃતિપરિણામની એકહેતુતા ન રહી. કાર્યના બધા ધર્મો કારણમાં હાવા જોઇએ, ઘટના બધા ધર્મી માટીમાં છે પણ કુંભારમાં નથી, માટે કુ ંભાર હેતુ નહિ બની શકે, એમ કહેતા હા તે ખુદ્ધિમાં રહેલ રાગાદિ ધર્માં પ્રકૃતિમાં માનવા પડશે. તે તે છે નહિ, તે। પ્રકૃતિ પણ હેતુ નહિ બને. કદાચ એમ કહો કે પ્રકૃતિમાં સ્થૂલ રાગાદિતા નથી પણ સૂક્ષ્મરૂપે રાગાદિ અવસ્થિત છે, તે તેમાં પ્રમાણુ કંઇ નથી. એમ તા ઘટાદિગત ધર્માં કુંભારમાં સૂક્ષ્મ રૂપે રહ્યા છે એમ શું ન કહી શકાય? ચેતનમાં અચેતન ધર્મનું સંક્રમણ બાધક છે એમ કહેા તા કુંભારના આત્માને બદલે કુંભારના શરીરનેજ ઘટાદિના કારણ રૂપે માનીશું તે ચેતનની—અચેતનનું સંક્રમણ નહિ થાય. આના જવાબમાં સૂરિજી કહે હે કે
तत्रापि देहकर्ता चे-नेवासावात्मनः पृथक् । पृथगेवेति चेद्भोग, आत्मनो युज्यते कथम् ॥ (૦ વા૦ ત૦ રૂ।.૨૬)