________________
૩૧૬
સૃષ્ટિવાદ અને ઈશ્વર
પૂર્વપક્ષી કહે છે કે પ્રકૃતિમાં સદા કાર્ય કરવાને કે યુગપત કાર્ય કરવાનો સ્વભાવ ન માનતાં કદાચિત અને ક્રમે ક્રમે કાર્ય કરવાનો સ્વભાવ માનીશું એટલે એકી સાથે કાર્ય ન બનતાં કદાચિત અને ક્રમે ક્રમે કાર્ય બનતું રહેશે, માટે ઉપર બતાવેલ દોષ નહિ આવે. ઉત્તરપક્ષી પુછે છે કે નિત્ય પ્રકૃતિમાં કદાચિત કાર્ય કરવાનો સ્વભાવ ક્યાંથી આવ્યો? સદા એક રૂપે રહેવાવાળી પ્રકૃતિ જે એક વાર કાર્ય કરશે તે હમેશાં તે મુજબ કાર્ય કરતી રહેશે. અને નહિ કરે તો એકવાર પણ નહિ કરી શકે. જે કહો કે જ્યારે જેવું કાર્ય થવાનું હોય ત્યારે પ્રકૃતિ તદનુસાર સ્વભાવવાળી બની તે કાર્ય કરશે, તે એના જવાબમાં સૂરિજી કહે છે કે
नानुपादानमन्यस्य, भावेऽन्यज्जातुचिद्भवेत् । तदुपादानतायां च, न तस्यैकान्तनित्यता ॥
(ફrs વાવ ત૦ રૂ. ર8) અર્થ–મૃત્તિકાના સદ્ભાવમાં પટ નહિ બની શકે અને તતુના સદ્ભાવમાં ઘટ નહિ બની શકે કારણકે મૃત્તિકા ઘટનું ઉપાદાન હવા છતાં પટનું ઉપાદાન નથી; એવં તત્ત્વ ઘટનું ઉપાદાન નથી. તેવી રીતે નિત્યપ્રકૃતિ અનિત્ય બુદ્ધિઆદિનું ઉપાદાન કારણ નહિ બની શકે કારણકે ઉપાદેય અને ઉપાદાન ભિન્નભિન્ન સ્વભાવવાળા થઈ ગયા. છતાં અનિત્યબુદ્ધિનું ઉપાદાન કારણ માનશે તે પ્રકૃતિને પણ અનિત્યજ માનવી પડશે. જે કહે કે મહદાદિ પણ હમેશ વિદ્યભાન હેવાથી નિત્ય છે તે પછી પ્રકૃતિવિકૃતિ પ્રક્રિયા હવામાં ઉડી ગઈ. મુક્તિમાં પણ વિકૃતિ કાયમ રહી જશે. કદાચ મહદાદિને પ્રકૃતિના પરિણામની અપેક્ષાએ અભિન્ન અને અનિત્યાદિ ધર્મની અપેક્ષાએ ભિન્ન કહેશો તે ભેદભેદ રૂપ અનેકાંત મતમાં પ્રવેશ થશે. એકાંત નિત્યવાદને ભંગ થશે.
પૂર્વપક્ષી કદાચ એકાંતવાદ છોડી અનેકાંતવાદને સ્વીકાર કરી