________________
૩૧૪
સૃષ્ટિવાદ અને ઈશ્વર
દહિં ભલે બનાવે પણ દહિનું કાર્ય–શીખંડાદિ નહિ બનાવી શકે. એવી રીતે પ્રકૃતિમાં રહેલી બુદ્ધિ આદિ ઉત્પન્ન કરવાની શક્તિ બુદ્ધિ આદિને ભલે બનાવે, બુદ્ધિ તથા મનના કાર્યને નહિ કરી શકે. શક્તિરૂપે રહેલ કારણથી કાર્ય માનવામાં દેષાપત્તિ.
कारणाच्छक्त्यवस्थाच्च, यदि कार्य प्रजायते । बन्धः पुनः प्रसज्येत, फले दत्तेऽपि कर्मणा ॥
(ઢોવા વા ૧૨) અર્થ—જે શક્તિરૂપે રહેલ અપ્રગટ કારણથી કાર્યની ઉત્પત્તિ માનવામાં આવે તે પુણ્યપાપરૂપ કર્મનું ફલ–સુખદુઃખાદિ ભોગવ્યા પછી પણ પુનઃ પુણ્યપાપના બંધને પ્રસંગ પ્રાપ્ત થશે, કેમકે શક્તિરૂપે તે સદા અવસ્થિત રહે છે.
મોક્ષની પ્રાપ્તિરૂપ બીજે દોષ. तच्छक्त्यप्रतियोजित्वान्न ज्ञानं मोक्षकारणम् । कर्मशक्त्या न हि ज्ञानं, विरोधमुपगच्छति ॥
( સ્ત્રોવા૬. ૨૪) અર્થજ્ઞાન કર્મશક્તિનું પ્રતિયોગી-વિનાશક ન હોવાથી, મેક્ષનું પણ કારણ નહિ બને કારણકે કર્મ શક્તિની સાથે તેને વિરોધ નથી. કર્મશક્તિની મેજુદગીમાં બંધ ચાલુ રહેવાથી મેક્ષની પ્રાપ્તિ નહિ થાય. એટલા માટે શક્તિરૂપે રહેલ મન કે ધર્માધર્મ રૂપ કર્મથી કોઈ પણ કાર્ય થતું માની નહિ શકાય; એટલે ત્રણ ગુણેની સામ્યવસ્થાવાળી પ્રકૃતિમાં વિકાર ઉત્પન્ન કરનાર કઈ પણ કારણ ન રહેવાથી મહત્તત્વ અહંકાર આદિનું સર્જન થવું અશક્ય છે. માટે ઈશ્વરની માફક કેવલ પ્રકૃતિ પણ સૃષ્ટિકત્રી સિદ્ધ ન થઈ.
પ્રકૃતિવાદ પરત્વે જનને ઉત્તર પક્ષ.
શાસ્ત્રવાર્તાસમુચ્ચયકાર હરિભદ્રસૂરિજી સખ્યાભિમત પ્રકૃતિની નિત્યતા માત્ર શ્રદ્ધાગમ્ય છે, યુક્તિસંગત નથી, તે બતાવે છે