________________
૩૧૨
સુષ્ટિવાદ અને ઈશ્વર
સત્કાર્યવાદની અસંગતિ, પૂર્વપક્ષીએ સત્કાર્યવાદની સિદ્ધિ માટે જે પાંચ હેતુઓ . દર્શાવ્યા છે, તે હેતુઓ અસત્કાર્યવાદના પણ સાધક બને છે, જેમકે
न सदकरणादुपादानग्रहणात् सर्वसम्भवाभावात् । शक्तस्य शक्यकरणात्कारणभावाच्च सत्कार्यम् ॥
અર્થ–(૧) સત પદાર્થની ઉત્પત્તિ થતી નથી કિન્તુ મૃત્તિકાપિંડમાંથી નવીન ઘટની ઉત્પત્તિ થાય છે. (૨) ઉપાદાન કારણનું ગ્રહણ કરવામાં આવે છે. (૩) બધાં કારણોથી બધાં કાર્ય ઉત્પન્ન થતાં નથી કિન્તુ નિયત કારણેથી નિયત કાર્ય ઉત્પન્ન થાય છે. (૪) શક્તિયુક્ત કારણથી શક્ય કાર્યોજ કરવામાં આવે છે. (૫) જે જેનું કારણ માનેલ છે તેનાથી જ તે કાર્યની ઉત્પત્તિ થાય છે. ઉક્ત પાંચ હેતુઓથી સત્કાર્યવાદ યુક્તિસંગત જણાતું નથી.
એવી રીતે પ્રકૃતિથી સૃષ્ટિની ઉત્પત્તિ સિદ્ધ ન થવાથી પ્રલયકાલમાં સુષ્ટિને લય પણ પ્રકૃતિમાં સિદ્ધ થતું નથી.
મીમાંસક કુમારિલ ભટ્ટને ઉત્તર પક્ષ पुमानकर्ता येषां तु, तेषामपि, गुणैः क्रिया। कथमादौ भवेत्तत्र, कर्म तावन्न विद्यते ॥
( ૦ વા૦ ૯ / ૯૭) અર્થ–જે સાંખ્યોને મતે પુરૂષ કર્તા નથી કિન્તુ સત્વ, રજ અને તેમની સામ્યવસ્થા રૂપે પ્રકૃતિ જ સૃષ્ટિકર્તી છે, તેમને પુછી જુઓ કે પ્રલયકાલમાં ત્રણે ગુણો સામ્યાવસ્થામાં પ્રકૃતિમાં લીન થએલ છે, તે વખતે સૃષ્ટિના આદિકાળમાં પ્રકૃતિમાં વિકાર ઉત્પન્ન કરનાર કેણ છે? સામ્યવસ્થામાં રહેલ ગુણને વિષમાવસ્થામાં લાવનાર કાણ? ધર્માધર્મ રૂપ કર્મ પ્રેરક છે એમ કહે છે તે વિકૃતિસ્વરૂપ ધર્માધમ પ્રકૃતિમાં તે વખતે છે નહિ.