________________
-
-
દાર્શનિક–ઉત્તર પક્ષ
૩૧૧ કે નિત્યપદાર્થમાં ક્રમ કે અક્રમથી અર્થક્રિયા બનતી નથી; માટે નિત્ય પ્રકૃતિમાંથી બુદ્ધિઆદિનું સર્જન થઈ શકતું નથી.
પૂર્વપક્ષી–એક જ સર્પ કંડલ, દંડ આદિ અનેક અવસ્થામાં પરિણમન કરતાં જેમ અભિન્ન સ્વરૂપી રહે છે, તેમ એક સ્વરૂપવાળી પ્રકૃતિ મહદાદિ અનેક અવસ્થાઓમાં પરિણમન કરતાં અભિન્ન સ્વરૂપે કારણ બની શકે છે.
ઉત્તરપક્ષી–એ તમારું કથન ઠીક નથી. પ્રકૃતિમાં પરિણામની સિદ્ધિ થઈ શકતી નથી. અમે એ પુછીએ છીએ કે પ્રકૃતિમાં જે બુદ્ધિ આદિનું પરિણમન થાય છે તે પૂર્વસ્વરૂપને તજીને કે તજ્યા વિના ? જે તજ્યા વિના થતું હોય તો એકી સાથે બે અવસ્થાઓનું સાંકર્ય થશે જે પ્રત્યક્ષ વિરૂદ્ધ છે. વૃદ્ધાવસ્થામાં યુવાવસ્થા ક્યાંય પણ જોવામાં આવતી નથી. જો એમ કહે કે પૂર્વાવસ્થા તજીને ઉત્તરાવસ્થા ધારણ કરે છે તો સ્વભાવહાનિ પ્રસંગ. સ્વભાવહાનિ થતાં પ્રકૃતિની નિત્યતા ક્યાં કાયમ રહી ? બીજી વાત એ પુછીએ છીએ કે પ્રકૃતિની અવસ્થા પ્રકૃતિથી ભિન્ન છે યા અભિન્ન ? જે ભિન્ન કહેશે તે પ્રકૃતિમાં તે કંઈ ફેરફાર થયો નહિ. ચિત્રની ઉત્પત્તિ કે વિનાશથી મૈત્રમાં ઉત્પત્તિ વિનાશ તે થતા નથી. અન્યથા ઘટાદિકના પરિણામથી પુરૂષ પણ પરિણામી બની જશે. જે કહે કે ઘટાદિકને પુરૂષની સાથે સંબંધ નથી, પ્રકૃતિનો તો અવસ્થાઓની સાથે સંબંધ છે માટે અવસ્થાના ઉત્પત્તિવિનાશથી પ્રકૃતિનું પરિણામ થઈ શકે છે; તો એમ કહેવું પણ ઉચિત નથી, કેમકે પ્રકૃતિ સત છે અને અવસ્થા અસત છે. સની સાથે અસતનો સંબંધ સંભવી શકે નહિ. અવસ્થાને પણ સત માનો તે તે પરતંત્ર હોઈ શકે નહિ કિન્તુ પ્રકૃતિની માફક અવસ્થા પણ સ્વતંત્ર હાઈને કારણુજન્ય નહિ રહે. કારણુજન્યતા અને સ્વંત્રતાનો પરસ્પર વિરેાધ છે. પરતંત્રતાની સાથે તેને સહચાર છે. એટલા માટે મહદાદિને સંબંધ પ્રકૃતિ સાથે સત કે અસત્ એકકે રૂપે બંધબેસતો થતો નથી.