________________
દાર્શનિક–ઉત્તર પક્ષ
૩૦૯
ઉત્તર પક્ષ કરતાં સાંખ્યાચાર્ય ઇશ્વરકૃષ્ણને કહે છે કે પ્રથમ તે પ્રકૃતિ અને મહદાદિકને પરસ્પર અભિન્ન માનીને કાર્ય કારણરૂપ માનો છો તેજ ઠીક નથી. બે વસ્તુ જુદી જુદી હોય તેમાં તે એક કાર્ય, બીજું કારણ એમ વ્યવહાર થઈ શકે, પણ એક જ વસ્તુમાં કાર્ય કારણ વિભાગ શી રીતે થઈ શકે? તમે જે કહે છે કે “મૂલ પ્રકૃતિ કારણ, પાંચ ભૂત અને એકાદશ ઇન્દ્રિયગણુ કાર્ય, બુદ્ધિ, અહંકાર અને પાંચ તન્માત્ર કાર્યકારણ ઉભય રૂ૫, પુરૂષ નહિ કાર્ય તેમજ નહિ કારણ” એમ જે બન્નેની અભેદાવસ્થામાં કાર્યકારણભાવ સ્વીકારે છે. તે ઉચિત નથી.
કદાચ કાર્યકારણભાવ સાપેક્ષ હોવાથી “પ્રકૃતિની અપેક્ષાએ મહદાદિ કાર્ય અને મહદાદિની અપેક્ષાએ પ્રકૃતિ કારણુ” એમ વ્યવસ્થા કરતા હો તો તે પણ ઠીક નથી. જ્યાં બન્ને એકરૂપ છેઅભિન્ન છે ત્યાં કણ કેની અપેક્ષા રાખે ? જેમ પુરૂષ એક જ છે તો તેમાં પ્રકૃતિ કે વિકૃતિભાવ નથી તેમ પ્રકૃતિ અને મહદાદિ એક રૂપ હોવાથી પ્રકૃતિવિકૃતિવ્યવહાર નહિ થઈ શકે. અન્યથા પુરૂષમાં પણ પ્રકૃતિવિકૃતિ ઉભય ભાવની આપત્તિ આવશે જે તમને અનિષ્ટ છે. એટલા માટે જ સાંખ્યાચાર્ય રૂદિલની અજ્ઞતા પ્રગટ કરી છે. જુઓ
यदेव दधि तत्क्षीरं, यतक्षीरं तद्दधीति च । बदता रुद्रिलेनैव, ख्यापिता विन्ध्यवासिता ॥
અર્થ-જે દહિં છે તે દૂધ છે અને જે દૂધ છે તેજ દહિં છે” એમ કહેનાર રૂદિયે પિતાનું જંગલીપણું પ્રગટ કર્યું છે.
વિશ્વની એકરૂપતા. પૂર્વપક્ષીએ વ્યક્તિને કારણુજન્ય અને અવ્યકતને કારણુ અજન્ય વર્ણવેલ છે તે પણ ઠીક નથી કર્યું, કેમકે જે વસ્તુ જેનાથી અભિન્ન છે, તેનાથી વિપરીત સ્વભાવવાળી ન થઈ શકે. વિપરીત સ્વભાવવાળી વસ્તુનું સ્વરૂપ જ જુદું થાય છે. એમ ન માનીએ તે ભેદ