________________
દાર્શનિક–ઉત્તર પક્ષ
૩૦૭
નૈયાયિકના પાંચમા, છઠા અને સાતમા
અનુમાનનું નિરાકરણ.
'वेदजन्यप्रभा, वक्तृयथार्थवाक्यार्थज्ञानजन्या, शाब्द vમાવત સાનિયાવચરામાવત” એ પાંચમું અનુમાન.
સંસારિપુરુષsoftતઃ વેરવત્ ' એ છઠું અનુમાન અને વેદ ચિઃ વાત મતવત્' એ સાતમું અનુમાન. ઉકત ત્રણે અનુમાને વેદપ્રણેતા કે આખપુરૂષની ભલે સિદ્ધિ કરે પણ સૃષ્ટિકર્તા ઈશ્વરની સિદ્ધિ કરી શકતા નથી; કેમકે યથાર્થ વસ્તૃત્વ તેમજ વેદશાસ્ત્રનું પ્રણયન કે વેદવાક્યનું ઉચ્ચારણ કરવું તે મુખ વિના બની શકે નહિ અને શરીર વિના મુખને સંભવ છે નહિ માટે ઉક્ત અનુમાનો ઈશ્વરસાધક બની શકતાં નથી.
નિયાયિકના આઠમા અનુમાનનું નિરાકરણ.
નિયાયિકે કહે છે કે આયુપરિમાણ તો કેઈનું કારણ છે નહિ. દૂધણુક પરિમાણનું કારણ અણુ પરિમાણુ થાત પણ તેમ માનવામાં અણુ પરિમાણ કરતાં ઘણુક પરિમાણુ અણુતર થાત, તે ઈષ્ટ નથી. માટે ચણક પરિમાણુજનક ધિત્વસંખ્યા માનવામાં આવે છે. સંખ્યા અપેક્ષાબુદ્ધિજન્ય છે. સર્ગના આદિકાલમાં ઈશ્વર શિવાય બીજા કોઈની અપેક્ષાબુદ્ધિ છે નહિ માટે ઈશ્વરની અપેક્ષાબુદ્ધિજન્ય દ્વિત્વસંખ્યા ઠવણુક પરિમાણુજનક થશે અને એ રીતે ઇશ્વરની સિદ્ધિ થઈ જશે. એના જવાબમાં ઉપાધ્યાયજી કહે છે કે સર્ગકાલ તો છે નહિ, જગત અનાદિ છે, તેથી લૌકિક અપેક્ષાબુદ્ધિથી જ ધિત્વસંખ્યા ઉત્પન્ન થતાં કચણુક પરિમાણની સિદ્ધિ થઈ જશે; એટલા માટે સૃષ્ટિકર્તા ઇશ્વરને માનવાની જરૂર નથી.