________________
૩૦૬
સરિણા છે
સૃષ્ટિવાદ અને ઈશ્વર
ઈશ્વરપ્રયત્નને ધૃતિનું કારણ માનવામાં આવે તે ઈશ્વરપ્રયત્ન વ્યાપક હેવાથી લડાઇના સમયમાં એક પણ ફેકેલું બાણ નીચે પડવું ન જોઈએ.
- બ્રહ્માંડનાશક તરીકે પણ ઈશ્વરસિદ્ધિ થઈ શકતી નથી. બ્રહ્માંડને પ્રલય થતો જ નથી, જીવોના કર્મવિપાકને એકી સાથે રેકી દેવાની કેઈની શક્તિ નથી. સુષુપ્તિ અવસ્થામાં કેટલાંએક કર્મને નિરોધ થાય છે તે દર્શનાવરણીય કર્મના સામર્થ્યથી ઉત્પન્ન થઈ જાય છે. અનંત જીવોનાં ભેગવાતાં કર્મો એકી સાથે પ્રલયમાં રોકાઈ જતાં હોય તે તે કર્મોને નાશ પણ ઈશ્વર કાં કરી શકે નહિ? જે નાશ કરી નાખે તે પછી જીવોને અનાયાસે મુક્તિ મલી જાય અને તેમ થાય તે બ્રહ્મચર્યાદિ કલેશની કે ગાભ્યાસ આદિ સાધનની પણ શું જરૂર રહે? ખરી વાત તે એ છે કે અનંત જીવોની મુકિત એકી સાથે ઈશ્વરથી થઈ શકતી નથી, તેમ જીવોનાં કર્મોને ભોગ એકી સાથે ઈશ્વરથી અટકાવી શકાતું નથી માટે પ્રલયકાલ સંભવી શકતા નથી.
તૈયાયિકના ચેથા અનુમાનનું નિરાકરણ.
તૈયાયિક કહે છે કે સર્ગની આદિમાં વ્યવહાર પ્રાજક એક પુરૂષની જરૂર રહે છે. ઈશ્વર શિવાય બીજા કેઈ એ સમયે છે નહિ માટે વ્યવહાર પ્રાજક તરીકે ઈશ્વરની સિદ્ધિ થઈ જશે. એના જવાબમાં ઉપાધ્યાયજી કહે છે કે સર્ગ અને પ્રલય તો છેજ નહિ, જગત અનાદિકાલથી ચાલ્યું આવે છે. તેમાં પૂર્વ પૂર્વ વૃદ્ધ પુરૂષના વ્યવહારથી ઉત્તરોત્તર બાળક આદિને વ્યવહાર ચાલુ રહી શકે છે. ઇશ્વરકલ્પનાની શું જરૂર છે? બીજું ઇશ્વરને અદષ્ટ-ધર્માધર્મ ન હેવાથી શરીર પણ નથી. શરીર વિના મુખ પણ નથી. મુખ વિના શબ્દાદિ વ્યવહારનો પ્રયોજ્યપ્રયોજક ભાવ પણ ક્યાંથી સંભવે ?