________________
૨૯૮
સુષ્ટિવાદ અને ઈશ્વર
કહેતા હે તે ઈશ્વરને સહકારીની અપેક્ષા રહેતાં તેનું સામર્થ્ય અપૂર્ણ ગણાશે. ઈશ્વર સર્વશક્તિમાન નહિ રહે.
ये वा क्रमेण जायन्ते, ते नैवेश्वरहेतुकाः। यथोक्तसाधनोदभूता, जडानां प्रत्यया इव ॥
(ત સં. ૮૮ ) અર્થ–જે પદાર્થો ક્રમે ક્રમે ઉત્પન્ન થાય તે ઈશ્વરથી ઉત્પન્ન થયા હોઈ શકે જ નહિ. પૂર્વોક્ત અનુમાનથી ઉત્પન્ન થતા જડ– બેસમજ માણસોના નિર્ણયની પેઠે. અર્થાત જેમ જડ પુરૂષના નિર્ણયો. ઈશ્વરજન્ય નથી તેમ ક્રમિક પદાર્થો પણ ઈશ્વરજન્ય નથી.
तेषामपि तदुभूतौ, विफला साधनाभिधा। नित्यत्वादचिकित्स्यस्य, नैव सा सहकारिणी ॥
(ત સં. ૮૧) અર્થ–જડ નિર્ણય પણ (ઈશ્વર સર્વપ્રત્યે નિમિત્તકારણ હેવાથી) ઇશ્વરજન્ય છે એમ માનીને દષ્ટાંતની સાધ્યવિકલતાના દેષનું નિવારણ કરશો તે પૂર્વોકત પાંચે અનુમાનનો પ્રયોગ વ્યર્થ થશે. તે પ્રયોગ સહકારી લેવાથી સફલ થશે એમ કહેશે તે તે પણ ઠીક નહિ. શું ઈશ્વરને સ્વભાવ અસમર્થ હતો તેને પલટાવી સહકારીએ સમર્થ સ્વભાવ ઉત્પન્ન કર્યો? એમ થાય તે ઇશ્વરની. નિત્યતા અને નિરોગિતા નહિ ટકી શકે. માટે અહે તૈયાયિક ! ઈશ્વરને જગતકારણ યા જગકર્તા માની તેને દૂષિત અને કમજેર બનાવવા કરતાં જગત અકર્તા નિર્દોષ અને સમર્થ જ રહેવા દો. सुज्ञेषु किं बहुना ?
સુષ્ટિવાદ અને જૈન દર્શન સાંખ્યદર્શનની પેઠે યોગદર્શનનાં મૂલ સૂત્રોમાં જે કે ઈશ્વરને સૃષ્ટિકર્તા નથી માન્યો, પણ ભાષ્યકારે અને બીજા ગ્રંથકારેએ ઈશ્વરને કત્વ અને સુખદુઃખDરપણાની ઉપાધિ લગાડી દીધી