________________
દાર્શનિક-ઉત્તર પક્ષ
૨૯૯ છે. શાસ્ત્રવાર્તાસમુચ્ચયકાર હરિભદ્રસૂરિએ તેનું નિરાકરણ આવી રીતે કર્યું છે.
પાતંજલોના ઈશ્વરનું સ્વરૂ૫. ज्ञानमप्रतिघं यस्य, वैराग्यं च जगत्पतेः । ऐश्वर्यं चैव धर्मश्च, सहसिद्धं चतुष्टयम् ॥
| (iro વાગે રૂ૦ રૂ. ૨) અર્થ—જે જગત્પતિ ઈશ્વરનું જ્ઞાન અપ્રતિહત–વ્યાપક અને નિત્ય હોય છે, જેનું વૈરાગ્ય-માધ્યશ્ચ=વીતરાગ ભાવ, ઐશ્વર્ય–સ્વાતંત્ર્ય અને પ્રયત્ન-સંસકાર રૂપ ધર્મ, એ ચારે સહજસિદ્ધ અનાદિ સિદ્ધ અને નિત્ય હોય છે, તેમજ તે અચિજ્ય ચિચ્છક્તિયુકત છે. સાંખ્ય દર્શને સ્વીકારેલ પચીસ તત્ત્વ પૈકી પુરૂષતત્ત્વમાંનો પુરૂષવિશેષ પાતંજલોન ઈશ્વર છે. સાંખ્યો તે નિરીશ્વરવાદી છે જ્યારે પાતંજલિએ પુરૂષવિશેષને ઈશ્વર માન્યો છે. એવું - क्लेशकर्मविपाकाशयैरपरामृष्टः पुरुषविशेष ईश्वरः ॥
(શs - ૨ા ર૪) હરિભદ્રસૂરિ ઈશ્વરવાદી પાતંજલોને પૂર્વ પક્ષ આ રીતે ઉપન્યસ્ત કરે છેઃ
अज्ञो जन्तुरनीशोऽयमात्मनः सुखदुःखयोः । ईश्वरप्रेरितो गच्छेत् स्वर्ग वा श्वभ्रमेव वा ॥
(શ૦ વા૦ રૂ૦ રૂ. ૩) અર્થ–સંસારી જીવ હિતાહિત પ્રવૃત્તિનિવૃત્તિના ઉપાયને અજાણ હોવાથી આત્માના સુખદુઃખને કર્તા થઈ શકતો નથી. એટલા માટે અજ્ઞ જીવ ઈશ્વરની પ્રેરણાથી પ્રેરાયો થકે સ્વર્ગ કે નરકમાં જાય છે; જેમ પશુઆદિની પ્રવૃત્તિ નિવૃત્તિ પરપ્રેરણાથી જેવામાં આવે છે. કદાચ પ્રકૃતિ કે કર્મને પ્રેરક માનવામાં આવે