________________
દાર્શનિક-ઉત્તર પક્ષ
૨૯૭
અર્થ–જે દોષો પહેલા અનુમાનમાં દેખાયા, જેવા કે અસિદ્વિવ્યભિચાર, વિરૂદ્ધ, સાધ્યવૈકલ્ય, સામાન્યથી સિદ્ધસાધન, વિશેષ રૂપે સાધતાં વ્યભિચાર આદિ, એજ દોષો બાકીનાં ચાર અનુમાનમાં પણ લગભગ આવે છે તેની યથાયોગ્ય યોજના કરી લેવી. કંઈક વિશેષ દે છે તે નીચે બતાવવામાં આવે છે?
विमुखस्योपदेष्टुत्वं, श्रद्धागम्यं परं यदि । वैमुख्यं वितनुत्वेन, धर्माधर्मविवेकतः॥ (त० सं० ८५)
અર્થ—ઉદ્યોતકારે સર્ગની અદિમાં વ્યવહારશિક્ષક તરીકે જે ઈશ્વરસિદ્ધિ માટે અનુમાન બતાવ્યું છે, તે બરાબર નથી, કેમકે ઈશ્વરને ધમધર્મ ન હોવાથી શરીર પણ નથી. શરીરના અભાવથી મુખને પણ અભાવ છે. વિનામુખે ઉપદેશકપણું સંભવતું નથી. ઉપદેશક તરીકે બીજા પુરૂષની સિદ્ધિ થતાં હેતુસાધ્યાભાવને સાધક થતાં વિરૂદ્ધષથી દૂષિત છે. - ઈશ્વરસાધક પ્રમાણમાં દોષ બતાવીને ઈશ્વરબાધક પ્રમાણ શાંતિરક્ષિત બતાવે છેઃ
नेश्वरो जन्मिनां हेतुरुत्पत्तिविकलत्वतः। गगनाम्भोजवत्सर्वमन्यथा युगपद्भवेत् ॥ (त० सं० ८७)
અર્થ—જે ઇશ્વર પિતે ઉત્પત્તિ-જન્મરહિત છે, તે બીજા જન્ય પદાર્થોને ઉત્પન્ન ન કરી શકે આકાશકમલની પેઠે. પૂર્ણ સામર્થ્યવાન ઈશ્વર જે અન્ય પદાર્થોને ઉત્પન્ન કરવા લાગશે તો તે એક ક્ષણમાં જ સર્વ પદાર્થો ઉત્પન્ન થઈ જશે. વસંત ઋતુમાંજ વનસ્પતિ ફળે ફૂલે, ચોમાસામાંજ વરસાદ વરસે, તે નહિ, થઈ શકે. ક્રમે ક્રમે જે કાર્યો થાય છે તેનો ભંગ થશે. વરસ પછી થવાનાં કાર્યો પહેલી જ ક્ષણે થઈ જશે. એ ઈષ્ટ નથી. ધમધર્માદિ સહકારી કારણના વિલંબથી વિલંબે વિલંબે અર્થાત ક્રમે ક્રમે કાર્ય થશે એમ