________________
E
=
=
=
=
દાર્શનિક-ઉત્તર પક્ષ
૨૯૫
છે તે શરીર, પહાડ, સમુદ્રાદિમાં પ્રસિદ્ધ નથી. તરૂ આદિના ભેદમાં પણ તે સન્નિવેશવિશેષ નથી. કેવલ શબદ માત્રથી સાદસ્ય આવી શકતું નથી. જે સન્નિવેશ સામાન્યને હેતુ માનવામાં આવે તે મૃત્તિકાવિકારથી ઘટાદિકમાં કુંભારકૃતત્વની માફક ઉધઈના રાફડામાં પણ કુંભારકૃતત્વની આશંકા થશે. એટલે સંનિવેશવિશેષને હેતુ કરવાથી તેવો સંનિવેશ શરીર આદિમાં પ્રસિદ્ધ નથી માટે અસિદ્ધિ દેષ આવે છે અને સન્નિવેશ સામાન્યને હેતુ માનવામાં આવે તો સાધ્ય નથી ત્યાં પણ હેતુ રહી જવાથી અનૈકાતિક દોષ આવે છે. માટે બન્ને પ્રકારે અનુમાન દૂષિત છે.
વધમ્ય દષ્ટાંતથી સાધ્યની અવ્યાવૃત્તિ. अणुसंहतिमात्रं च, घटाघस्माभिरिष्यते। तत्कारकः कुलालादि-रणूनामेव कारकः ॥ न व्यावृत्तस्ततो धर्मः, साध्यत्वेनाभिवाच्छितः। अणूदाहरणादस्माद्वैधयण प्रकाशितात् ॥
(ર૦ ૦ ૭૮-૭૧) અર્થ–શાંતિરક્ષિતજી તૈયાયિકોને કહે છે કે ઘટાદિ પદાર્થ અણુઓના સમૂહરૂપ છે, તે અલગ અવયવી નથી, એમ અમે માનીએ છીએ. કુંભાર આદિ ઘટાદિના કરનાર નહિ પણ અણુસંઘાતનાજ કરનાર છે. તમે અનુમાનમાં જે વૈધમ્ય રૂપે અણુઓનું ઉદાહરણ આપ્યું છે, તે હવે વૈધમ્મરૂપ રહ્યું નહિ કેમકે તેમાં સાધ્ય ધર્મની વ્યાવૃત્તિ રહી નહિ. તેથી વૈધર્મી તરીકે બતાવેલ દષ્ટાંત સાધમ્ય દષ્ટાંત બની ગયું. અવ્યાવૃત્તસાધ્યધર્મતા વૈધમ્મ દષ્ટાંતને એક દેષ છે, તે દેષથી અનુમાન દૂષિત થયું એટલે સાધ્ય નહિ સાધી શકે.
નૈયાયિક કહે છે કે અમે વિશેષ રૂપે સાધ્ય બનાવત તે ઉક્ત દોષ લાગત પણ અમે તે સામાન્ય રૂપે બુદ્ધિમપૂર્વકત્વમાત્રને સાધ્ય બનાવીએ છીએ. તે સિદ્ધ થયે થકે સામર્થ્યથી તરૂ આદિના