________________
ર૭૪
સૃષ્ટિવાદ અને ઈશ્વર
માટે કઈ લિંગ કે નિશાની તે છે નહિ. મુખ્ય વાત એ છે કે પ્રમાણ વિના પ્રમેયની સિદ્ધિ થતી નથી. બ્રહ્મની સિદ્ધિ તમે કયા પ્રમાણથી કરશે? પ્રત્યક્ષ તો બ્રહ્મનું થતું નથી કારણ કે તે કોઈ પણ ઈદ્રિયથી ગ્રાહ્ય થતું નથી. બ્રહ્મને જણાવનાર કોઈ ખાસ હેતુ નથી તેથી અનુમાનથી પણ ગ્રાહ્ય નથી. સર્વસંમત આગમ પ્રમાણ નથી. માટે ભાષ્યકાર કહે છે કે “પ્રત્યક્ષનુમાનામપિયતીત કાર શરૂ કvપારિતુ” પ્રમાણને વિષયથી અતીત બ્રહ્મનું ઉપપાદન કરવાને કણ શક્તિમાન છે? કઈ નહિ. બ્રહની જ્યારે ઉપપત્તિ થઈ શકતી નથી ત્યારે તેને ઉપાદાન કારણ માનવાની વાત તે મૂલથીજ ઉડી જાય છે. “ જાતિ કુતિઃ ઝાલા” અર્થાત મૂલ નથી ત્યાં શાખાની શું વાત કરવી ? તૈયાયિક કહે છે કે એટલા માટે આત્મવિશેષરૂપ ઈશ્વર જગતનું ઉપાદાન કારણ નહિ પણ નિમિત્તકારણ છે એમ માને. પ્રાણીઓના કર્માનુસાર તે જગત રચે છે. ખરી રીતે તે ઈશ્વરવાદીઓને આ સિદ્ધાંત છે. પ્રાચીનતમ–તૈયાયક આચાર્યો તે ઈશ્વરને નિયંતા માત્ર માને છે, કર્તા તરીકે નહિ. ચરું વિસ્તરેખ.
અદ્વૈતવાદ પરત્વે જૈનેને ઉત્તર પક્ષ. अप्राप्यन्ये पदन्त्येवमविद्या न सतः पृथक । तञ्च तन्मात्रमेवेति, भेदाभासोऽनिबन्धनः ॥
(ા પા રત ૮ ૪) અર્થ—અદ્વૈતપક્ષમાં વેદાંતીઓ એમ કહે છે કે અવિદ્યા બ્રહ્મથી જુદી નથી, કેમકે જુદી માનતાં અદ્વૈતસિદ્ધાંત ટકી શકત નથી. સત એ બ્રહ્મ માત્ર છે, અર્થાત્ બ્રહ્મની સત્તા છે, અવિદ્યાની જુદી સત્તા નથી. તે પછી ઘટ, પટ, સ્ત્રી, પુરૂષ, પિતા, પુત્ર, શેઠ, નોકર, પતિ, પત્ની, ઈત્યાદિ જે ભેદનો આભાસ થાય છે તેનું કારણ શું? કારણ વિના તે કાર્ય બની શકતું નથી.