________________
દાર્શનિક–ઉત્તર પક્ષ
૨૭૩
ભાવાર્થ–જગતમાં તેવો કઈ પદાર્થ જ પ્રતીત થતો નથી. સાપેક્ષ સતઅસત તો મલી શકશે, પણ નિરપેક્ષ સતઅસત તે પરસ્પર વિરૂદ્ધ હોવાથી ચોથી કેટીવાળી કોઈ વસ્તુ પ્રતીત નથી. વળી બીજે દેષ એ છે કે અવિદ્યાને સાક્ષાત બંધનો હેતુ માનશો તે જ્ઞાનથી અવિદ્યાનો નાશ થતાં પ્રારબ્ધભોગની અનુપત્તિ થશે, કેમકે દુઃખભોગરૂપ બંધના કારણને નાશ થતાં કાર્યની નિવૃત્તિ થશે. અમારે મતે તો અવિદ્યા જન્માદિ સંગકારાએ બંધને હેતુ થશે. જન્માદિ સંયોગ પ્રારબ્ધની સમાપ્તિ વિના નષ્ટ નહિ થાય. इत्यलं विस्तरेण.
બ્રહ્મવાદ પરત્વે નૈયાયિકેનો ઉત્તર પક્ષ.
बुद्धयादिभिश्चात्मलिङ्गैनिरुपाख्यमीश्वरं प्रत्यक्षानुमानागमविषयातीतं कः शक्त उपपादयितुम् ॥
( સ્થાજામા કી ૨ / ૨૨) અર્થ–બ્રહ્મવાદીઓ બ્રહ્મને જગતનું ઉપાદાન કારણ માને છે. શ્વર: કારí પુરુષારયવરનાત | | ૨. ૨૬ એ સૂત્રમાં આવેલ ઈશ્વર શબ્દને અર્થ તેઓ બ્રહ્મ કરે છે. “શ્વિને પ્રા શાનાથનતા રાજા ૪ વેતનrif: શિfજાય सा चात्मनि ब्रह्मणीति । ब्रह्म ईश्वरः स एव कारणं जगतः। न चाभावो पा प्रधानं वा परमाणवो वा चेतयन्ते ॥
અર્થ–ઈશના યોગથી ઈશ્વર શબ્દ નિષ્પન્ન થાય છે. ઇશના ચેતનાશક્તિ અને ક્રિયાશક્તિ બે પ્રકારની છે. તે આત્મા અને બ્રહ્મમાં છે. બ્રહ્મ એજ ઈશ્વર છે. તે જ જગતનું કારણ છે. અભાવ, પ્રકૃતિ કે પરમાણુઓ જગતના કારણરૂપ નથી. એ બ્રહ્મવાદીઓને પૂર્વપક્ષ છે. નૈયાયિક તેને ઉત્તર આપે છે કે આત્માને જાણવા માટે આત્માના લિંગ તરીકે બુદ્ધિ ઈચ્છા આદિ વિશેષ ગુણે માનવામાં આવે છે. બ્રહ્મ તે નિરૂપાધિક છે. તેને જાણવા
૧૮