________________
દાર્શનિક-ઉત્તર પક્ષ
ર૭૧
तत्त्वज्ञानं नचोत्पाधं तादात्म्यात् सर्वदा स्थितेः। योगाभ्यासोपि तेनायमफलः सर्व एव च ॥
(૦૦ રૂ૩૪-૩૯) અર્થ_નિત્યવિજ્ઞાનપક્ષમાં જે મિથ્યા જ્ઞાન છે નહિ તે યોગી યોગાભ્યાસથી શેની નિવૃત્તિ કરશે અને શેની સાધના કરશે ? જે તે નિત્ય વિજ્ઞાન વિપર્યાય રૂ૫ હશે અર્થાત મિથ્યા જ્ઞાન રૂ૫ હશે તે તેને ત્યાગ નહિ થઈ શકે કેમકે તે નિત્ય છે. નિત્યની નિવૃત્તિ અશક્ય છે. નિત્યવિજ્ઞાન આત્મારૂપ હોવાથી હમેશાં વિદ્યમાન રહેશે. વિદ્યમાન તત્ત્વજ્ઞાનની ઉત્પત્તિ અશક્ય હોવાથી તત્ત્વજ્ઞાન માટે યોગાભ્યાસની જરૂરીઆત ન રહી તે તમારે મને યોગાભ્યાસ આદિ સવા પ્રક્રિયા નિષ્ફળ બની ગઈ.
અદ્વૈતવાદ પરત્વે સાંઓનો ઉત્તર પક્ષ. નાવિયાત થાતુના કપાયાના (dio ૨ ર૦)
ભાવાર્થ-ક્ષણિક વિજ્ઞાનવાદી યોગાચાર-બૌદ્ધ અને નિત્યવિજ્ઞાનવાદી વેદાંતી એ બંને અદ્વૈતવાદી છે કારણકે વિજ્ઞાન સિવાય અન્ય પદાર્થ તેઓ માનતા નથી. વેદાંતીએ એકજ નિત્યવિજ્ઞાનમય બ્રહ્મ માને છે જ્યારે યોગાચાર–બદ્ધો અનંતક્ષણિક વિજ્ઞાન વ્યક્તિઓને એક સંતાન માને છે. આ બંને અવિદ્યાને બંધના હેતુ તરીકે માને છે. અર્થાત અવિદ્યાથી પુરૂષને સંસારનું બંધન થાય છે. સાંખ્યો ઉત્તરપક્ષી તરીકે તેમને પુછે છે કે તે અવિદ્યા વસ્તુ–સત છે કે અસત છે. તેઓ કહે છે અવસ્તુ–અસત છે. ત્યારે સાંખ્યદર્શનકાર કહે છે કે જે અવિદ્યા અસત હોય તો તેનાથી પુરૂષને બંધ થવો શક્ય નથી. સ્વમમાં જેએલા રજુથી-અસત રજુથી શું કઈ વસ્તુને કોઈ બાંધી શકશે? નહિ જ. જે કહો કે અસત્ અવિદ્યાથી બંધ પણ અસત—અવાસ્તવિક થશે તો તે પણ ઠીક નથી. બંધ જે