________________
૨૭૦
સુષ્ટિવાદ અને ઈશ્વર
પણ અવસ્થા ભિન્ન ભિન્ન થશે. તેથી રૂપવિજ્ઞાન, રસવિજ્ઞાન ઇત્યાદિની ઉપપત્તિ થઈ જશે એ વાત પણ બરાબર નથી. વિજ્ઞાનની અવસ્થાઓ બદલાતાં તે વિજ્ઞાન નિત્ય નહિ રહે કેમકે અવસ્થા અને અવસ્થાવાન અભેદ હોવાથી અવસ્થા અનિત્ય થતાં અવસ્થાવાન પણ અનિત્ય કરશે.
रूपादिवित्तितो भिन्नं, न ज्ञानमुपलभ्यते । तस्याः प्रतिक्षणं भेदे, किम भिन्नं व्यवस्थितम् ॥
(ત સંરૂરૂર ) અર્થ–રૂ૫–રસાદિ જ્ઞાનથી જુદું કેઈ નિત્યવિજ્ઞાન ઉપલબ્ધ થતું નથી. જે ઉપલબ્ધ થાય છે, તે પ્રતિક્ષણ બદલતું જાય છે. ચિરકાલ સુધી રહેનારું કઈ અભિન્ન જ્ઞાન–નિત્ય વિજ્ઞાન ન તે પ્રત્યક્ષથી ઉપલબ્ધ છે, ન અનુમાનથી જાણવામાં આવે છે. તે બે પ્રમાણુથી સિદ્ધ ન થયેલ વસ્તુને સ્વીકાર કરે વ્યર્થ છે. નિત્યવિજ્ઞાન પક્ષમાં બંધમોક્ષ વ્યવસ્થા નહિ થાય.
विपर्यस्ताविपर्यस्त-ज्ञानभेदो न विद्यते । एकज्ञानात्मके पुंसि, बन्धमोक्षौ ततः कथम् ॥
(રૂરૂ૩). અર્થ-નિત્ય એક વિજ્ઞાન પક્ષમાં વિપરીત જ્ઞાન અને અવિપરીત જ્ઞાન, યથાર્થજ્ઞાન અને અયથાર્થજ્ઞાન, સમ્યફજ્ઞાન અને મિથ્યાજ્ઞાન એ ભેદ રહી શકતો નથી. તે એક જ્ઞાનસ્વરૂપ આત્મામાં બંધ મેક્ષ વ્યવસ્થા શી રીતે થશે? અમારા મતમાં મિથ્યા જ્ઞાનના વેગમાં બંધ અને મિથ્યા જ્ઞાનની નિવૃત્તિ થતાં સમ્યગજ્ઞાનના યુગમાં મોક્ષની વ્યવસ્થા સારી રીતે થઈ શકે છે. નિત્ય એકવિજ્ઞાન પક્ષમાં ચગાભ્યાસની નિષ્ફળતા.
किंषा निवर्तयेद्योगी योगाभ्यासेन साधयेत् । किं वा न हातुं शक्यो हि, विपर्यासस्तदात्मकः ।।