________________
=
દાર્શનિક–ઉત્તર પક્ષ
૨૬૯
અર્થ-અવિદ્યાને ઉત્પન્ન કરનાર કારણોત્તર માનવામાં આવે તે પુરૂષ શિવાય બીજું કોઈ કારણ માનતાં દૈતવાદને પ્રસંગ આવશે. જે કારણ ન હોવાથી પુરૂષની માફક આવદ્યાને પણ સ્વાભાવિક માની લ્યો તે તે અનાદિ ઠરશે. અનાદિ અવિદ્યાનો ઉચ્છેદ કદી પણ નહિ થાય. એટલે કેઈ પુરૂષનો મેક્ષ પણ નહિ થઈ શકે. કદાચ પાર્થિવ પરમાણુની સ્યામતા અગ્નિસંયોગથી જેમ નષ્ટ થઈ જાય છે તેમ અવિદ્યા પણ ધ્યાનાદિ વિલક્ષણ કારણના યોગથી સ્વાભાવિક અવિધાનો પણ નાશ થઈ જશે એમ માનો તો મોક્ષછેદની આપત્તિ તો દૂર થઈ જશે પણ એકજ આત્માને સ્વીકારનાર અદ્વૈતવાદીને મતે આત્મા શિવાય બીજું કઈ વિલક્ષણ કારણ ધ્યાનાદિ છે જ નહિ તે અવિદ્યાને ઉચ્છેદ ક્યાંથી થશે? આવી આપત્તિથી અદ્વૈતવાદ ટકી શકતો નથી માટે દૈતવાદ સ્વીકારો યુકિતસંગત છે.
અદ્વૈતવાદ પરત્વે ઔદ્યાને ઉત્તર પક્ષ. तेषामल्पापराधं तु, दर्शनं नित्यतोक्तितः। रूपशब्दादिविज्ञाने, व्यक्तं भेदोपलक्षणात् ।। યાજ્ઞાનારમવારે તુ, પરસાયઃ | सकृद्वेधाः प्रलज्यन्ते, नित्येऽयस्थान्तरं न च ॥
(ત સં૦ રૂ૨૬-૩૩૦ ) અર્થ–પૃથ્વી જલાદિક અખિલ જગત નિત્યવિજ્ઞાનના વિવર્તી રૂ૫ છે, અને આત્મા નિત્યવિજ્ઞાનરૂપ છે. એટલે નિત્યવિજ્ઞાન શિવાય બીજી કઈ વસ્તુ છે જ નહિ. આમ કહેનાર વેદાંતીઓને જે છેડે અપરાધ છે તે શાંતિરક્ષિતજી આ પ્રમાણે દર્શાવે છે. અહો અદ્વૈતવાદીઓ : વિજ્ઞાન એક અને નિત્ય છે, તે રૂપ, રસ, શબ્દ, આદિનું જે પૃથક પૃથફ જ્ઞાન થાય છે તે તમારે મતે ન થવું જોઈએ. કિન્તુ એક જ્ઞાનથી એકી સાથે રૂ૫ રસાદિ સર્વ પદાર્થો એક રૂપેજ જણાવા જોઈએ. તમે કહેશે કે એક પુરૂષની બાલ્યાવસ્થા, તરૂણુંવસ્થા, વૃદ્ધાવસ્થા, એમ ભિન્ન ભિન્ન અવસ્થાઓ થાય છે, તેમ જ્ઞાનની