________________
૨૬૮
સૃષ્ટિવાદ અને ઇશ્વર
જગત્ જડ અને દુઃખરૂપ છે. ચેતનપુરૂષમાં જડ જગતની ઉત્પત્તિ માનવી એ અશક્ય જેવી વાત છે. ધ અધરૂપ અદૃષ્ટના યેાગે પુરૂષમાં સુખ, દુ:ખ, ક્લેશરૂપ વિકાર ઉત્પન્ન થશે એમ કહેા તેા તે પણ ઉચિત નથી. પુરૂષ સ્વતંત્ર છે તે ધર્મ અધર્મને વશ થાય નહિ. ધર્માંધર્મ પુરૂષને વશ થાય તે ઉચિત છે. સૃષ્ટિની આદિમાં એકજ બ્રહ્મ છે તે ધર્માંધની સત્તાજ યાં રહી ? જો ધર્માંધની સત્તા સ્વીકારે તા દ્વૈતતાની આપત્તિ આવશે.
',
ન
स्वयं च शुद्धरूपत्वादसत्वाश्चान्यवस्तुनः । स्वप्नादिवद विद्यायाः, प्रवृत्तिस्तस्य किं कृता ॥ (પ્રશ્નો થા૦ |૮૪) અ—જેઓ એમ કહે છે કે અમે પુરૂષને વાસ્તવિક પરિણામ થવાનું કહેતા નથી, કિન્તુ અપરિણત છતાં અવિદ્યાને વશે પરિણતની પેઠે દેખાય છે. હાથી ઘેાડા ન હોવા છતાં સ્વપ્નમાં જેમ હાથી ધાડા સ્વામે ઉભા રહેલા દેખાય છે, તેમ અવિદ્યાને યેાગે પુરૂષ જગત્—પ્રપંચ રૂપે પ્રતીત થાય છે. ખરી રીતે પુરૂષનું પરિણામ જગત્ રૂપે થતું નથી. અવિદ્યાવાદી વેદાંતીને ભટ્ટજી કહે છે કે પુરૂષ સ્વય તેા શુદ્ધ રૂપ છે. અન્ય વસ્તુ કાઇ તેની પાસે વિદ્યમાન નથી. તે એ તે બતાવા કે સ્વપ્નની પેઠે અવિદ્યાની પ્રવૃત્તિ થઇ કયાંથી ? અવિદ્યા એ બ્રાન્તિ છે. ભ્રાંતિ કાઇ ને કોઇ કારણથી થાય છે. પુરૂષ વિશુદ્ધ સ્વભાવવાળા છે. તેની પાસે ભ્રાંતિનું કાષ્ટ કારણ છે નહિ, તે વિના કારણ અવિદ્યાની ઉત્પત્તિ થઇ શી રીતે ? અવિદ્યા સિદ્ઘ ન થાય તે તેને યાગે પુરૂષની જગત્ રૂપે પરિણતિ વા પ્રતીતિ પણ ક્યાંથી થાય? अन्येनोपप्लवेऽभीष्टे, द्वैतवादः प्रसज्यते । Forefrostafaद्यां तु नोच्छेत्तुं कश्चिदर्हति ॥
9
विलक्षणोपपाते हि नश्येत् स्वाभाषिकी क्वचित् । नत्वेकात्माभ्युपायानां हेतुरस्ति विलक्षणः ||
(×ો થા૦ ૬ | ૮-૮૬)