________________
દાર્શનિક-ઉત્તર પક્ષ
૨૬૫
કદાચ કારણાન્તર નહાવાથી બ્રહ્મના સ્વભાવરૂપ અવિદ્યા માનવામાં આવે તે તે પણ સંભાવત નથી. વિદ્યાસ્વભાવવાળા બ્રહ્મને અવિદ્યાસ્વભાવ હોઈ શકે જ નહિ. વિદ્યા અવિદ્યા પરસ્પર વરાધી છે. બંને વિરાધી સ્વભાવ એક બ્રહ્મમાં શી રીતે રહી શકે ? અવિદ્યાને સ્વાભાવિક માનવામાં આવે તે તેને વિનાશ શાથી થઈ શકે ? આગમાક્ત ધ્યાન, સ્વરૂપજ્ઞાન વગેરેથી અવિદ્યાને નાશ થશે એમ કહેતા હૈ। તે તે પણ ઠીક નથી કારણકે નિત્યજ્ઞાનસ્વરૂપ બ્રહ્મથી અતિરિકત ધ્યાન, સ્વરૂપજ્ઞાન વગેરે છે જ ક્યાં કે જે અવિદ્યાને નાશ કરે? માટે આ માયાવાદ કરતાં તે બૌદ્દોને મહાયાનિક વાદ ઠીક છે કે જેમાં નીલપીતાદિના વૈચિત્ર્યને કા કારણભાવ દર્શાવવામાં આવ્યેા છે.
અાનવાદ.
વેદાન્તાન્તર્ગત અજ્ઞાનવાદી કહે છે કે આ પ્રપંચ અજ્ઞાનથી ઉત્પન્ન થાય છે અને જ્ઞાનદ્વારા તેને વિનાશ થાય છે, મૃગજલ યા સ્વપ્નપ્રપંચની માર્કે.
મીમાંસકાના ઉહાપાહ.
મીમાંસક કહે છે કે કુલાલાદિ વ્યાપાર સ્થાનીય અજ્ઞાન, ઘટસ્થાનીય જગત્ અને મુસલસ્થાનીય જ્ઞાન માનશેા તેપણ તેથી જગત્ ઉત્પત્તિ વિનાશ વેગથી અનિત્ય માત્ર ઠરશે, પણ અત્યતાભાવ રૂપ અસત્ નહિ હરે.
વળી જ્ઞાનથી જગતને નાશ થાય છે તે તે જ્ઞાન આત્મજ્ઞાન સમજવું કે નિષ્પ્રપંચ આત્મજ્ઞાન સમજવું ? કેવળ આત્મજ્ઞાન તે। વિરેાધી ન હેાવાથી જગા નાશક નહિ બની શકે. નિષ્રપંચાત્મજ્ઞાનને કદાચ નાશક માનવામાં આવે તે તેમાં આત્મજ્ઞાન અંશ તે અવિરાધી છે. નિષ્પ્રપચ એટલે પ્રપંચના અભાવ. જ્યાંસુધી પ્રપચ વિદ્યમાન છે ત્યાંસુધી તેના અભાવનું જ્ઞાન શી રીતે થઇ શકે? તે