________________
૨૬૪
સૃષ્ટિવાદ અને ઇશ્વર
બીજાની સત્તા સ્થાપિત કરે છે. એટલે સતા અભાવ અસી સત્તા અને અસત્ અભાવ સતની સત્તા સ્થાપિત કરે છે. એકને અભાવે બંનેને અભાવ થઈ જાય એ વાત અશક્ય છે. માટે જગત્ત્ને સત્ કહા યા અસત્ કહે, અનિર્વચનીયતા જગત્ની ટકી શકતી નથી. વસ્તુતઃ તેજ અસત્ છે કે જે કદાપિ કાળે પ્રતીયમાન ન થાય જેમ વિષાણુ, આકાશકુસુમ ઈત્યાદિ. વસ્તુતઃ સત્ તેજ છે કે જેની પ્રતીતિ કાઈ પણ કાળે શ્રાપ્તિ ન થાય જેમકે આત્મ તત્ત્વ. જગત્ની પ્રતીતિ શવિષાણુની માફક હમેશને માટે બાધિત થતી નથી માટે તેને અસત્ કે અનિવચનીય કહી શકાય નહિ કિન્તુ આત્મતત્ત્વની પેઠે જગતને પણ સત્ કહેવું જોઈ એ. એટલે જડ અને ચેતન બન્નેની સત્તા સ્વીકારવી જ પડશે અને તેને સ્વીકાર કરતાં અદ્વૈતવાદને બદલે દ્વૈતવાદની સિદ્ધિ થઈ જાય છે.
અવિદ્યાવાદ.
વેદાન્તાન્તર્ગત અવિદ્યાવાદી કહે છે કે વાસ્તવિક સત્તા તે બ્રહ્મની યા આત્મતત્ત્વની જ છે. જગતની જે કદાચિત્ પ્રતીતિ થાય છે તે અવિદ્યાકૃત છે.
મીમાંસકાના પરામશ
મીમાંસક અવિદ્યાવાદીને પૂછે છે કે તે અવિદ્યા ભ્રાન્તિનાનરૂપ છે કે ભ્રાન્તિજ્ઞાનના કારણરૂપ પદાર્થાન્તર છે? જો કહે કે ભ્રાન્તિરૂપ છે તે તે ભ્રાન્તિ કાને? બ્રહ્મને ભ્રાન્તિ થઈ શકતી નથી કારણ કે બ્રહ્મ સ્વચ્છ વિદ્યારૂપ છે. જ્યાં સ્વચ્છ વિદ્યા હોય ત્યાં ભ્રાન્તિતા સંભવ જ ન હોય. શું સૂર્યમાં કદિ પણ અંધકારને સંભવ થઈ શકે? નહિ જ. જો કહા કે જીવાને ભ્રાન્તિ થાય છે તે તે પણ ઠીક નથી કારણકે વેદાંત મતમાં બ્રહ્મ શિવાય જીવાતી પૃથક્ સત્તા છેજ નિહ. અગર ભ્રાન્તિજ્ઞાનના કારણરૂપ પદાર્થાન્તર સ્વીકારતા હ। તા અદ્વૈત સિદ્ધાન્તને હાનિ પહોંચતાં દ્વૈતવાદની સિદ્ધિ થઈ જાય છે.