________________
દાર્શનિક-ઉત્તર પક્ષ
૨૬૩
व्यः । कथश्चागमेनैवागमस्याभावः प्रतीयेत ? । असद्रूपतया हि प्रतीयमानो न कस्यचिदप्यर्थस्य प्रमाणं स्यात् । प्रामाण्ये થા નાકરવમ્ । (૪૦ ↑ ગ્। {। ૧|૪ {{૦)
અર્થ—શું વર્તમાનમાં પણ જગવિસ્તાર અસત્ છે ? જો હા કહે। તા તે ઠીક નથી કારણકે પ્રત્યક્ષ વિરૂદ્ધ છે. જે જગત્ પ્રત્યક્ષથી સરૂપ દેખાય છે તેના આગમથી ખાધ થવા સંભવત નથી, કારણકે પ્રત્યક્ષ સર્વથી અલવાન હોવાથી આગમ કરતાં પ્રત્યક્ષની પ્રવૃત્તિ સૌથી પ્રથમ થઈ જાય છે.
બીજી વાત એ છેકે જગતને અસરૂપે માનનાર પુરૂષે જગદ્ અન્તગત આગમને પણ અસદ્પ માનવા પડશે. તે પણ પ્રત્યક્ષ પ્રમાણથી નહિ કિન્તુ આગમ પ્રમાણુથી. તે એમાં વિચારવાનું એ છે કે આગમ પેાતે પેાતાને અભાવ શી રીતે સિદ્ધ કરશે ? જો આગમ અસરૂપ સાબિત થશે તેા તે કાઈ પણ અર્થના પ્રમાણરૂપે નહિ રહી શકે. જો પ્રમાણુરૂપે રહેશે તે તે અસરૂપ હિ રહી શકે. (અસદ્રૂપ અને પ્રામાણ્ય એ એ પરસ્પર વિરૂદ્ધ છે, તે એક વસ્તુમાં નહિ ટકી શકે. )
અનિવ ચનીય વાદ.
વેદાન્તાન્તગત અનિર્વચનીયવાદી કહે છે કે અમે પ્રપ`ચને–જગતને અસત્ નથી કહેતા કારણકે પ્રત્યક્ષને વિરાધ છે. જે પ્રત્યક્ષથી સત્ દેખાય છે, તેને અસત્ શી રીતે કહી શકાય? તેમજ પરમાર્થથી સત્ પણ નથી કહી શકતા, કારણકે આત્મજ્ઞાનથી ખાધ્ય છે. એટલા માટે જગત્ સત્ અને અસત્ અંતેથી વાચ્ય ન થતાં અનિર્વચનીય છે. મીમાંસકાના ઉત્તર પક્ષ.
અનેિવ ચનીયવાદીની વાત ખરાબર નથી. સત્થી ભિન્ન અસત્ અને અસથી ભિન્ન સત્; જગત્ જો સત્ ન હેાય તે અસત્ હોવું જોઈએ અને અસત્ ન હોય તે સત્ હાવું જોઈ એ. એકના અભાવ