________________
૨૬૦
સુષ્ટિવાદ અને ઇશ્વર
અહુરમઝદના ભક્તો સ્વર્ગ, નરક અને મુક્તિનાં સાધને વિષે પણ અહુરમઝદને પ્રશ્નો પુછીને ખુલાસા મેળવ્યાનું ભુલી ગયા નથી. ઈશ્વરનો ડર રાખી નેક કામ કરવાનું અને સન્માર્ગમાં ચાલવાનું સૂચવી મુક્તિનો માર્ગ પણ દર્શાવ્યો છે. કર્મને કાયદો પણ સ્પષ્ટતાથી સમજાવ્યો છે. ભલું કરશો તે સ્વર્ગ મલશે અને બુરું કરશો તે નરક મલશે” એ બતાવીને ‘કરણી તેવી પાર ઉતરણ' એ કર્મનો નિયમ સમજાવીને અહુરમઝદે ભક્તોને પોતાની જ કૃપા ઉપર રાખ્યા નથી. જેમ ખુદાએ અને ઈશુએ તેબા કરનારને માફી બક્ષી અને હામે થનારને વધારેમાં વધારે દંડ આપી રાગદ્વેષની તીવ્રતા સાથે કર્મના કાનુનનો ઉચ્છેદ કરી બતાવ્યો છે, તેમ અહુરમઝદે “કર્મકાનુનને ભંગ કરી પોતાની કૃપાથી સર્વ આબાદી થશે અને કેપથી સર્વથા અનિષ્ટ થશે એમ ભય અને લાલચ બતાવી રાગદ્વેષની પ્રવૃત્તિ વધારી નથી. અલબત્ત, એક ઠેકાણે ઈરાની બાદશાહની તારીફ અને ઈરાનને પક્ષપાત દર્શાવ્યો છે કે ઈરાન શિવાયના બાદશાહો “હારેલા માર ખાધેલા થઈને હેઠે પડજો એ વાક્યોથી ઈશ્વરને પક્ષપાતી બનાવવાની અનિષ્ટ વાણી ઉચ્ચારવામાં આવી છે, પણ તેવાં વધારે વાક્યો નથી. પરભવનું ભાતું બાંધવાનું કહી જૈનોની સાથે એકતા દર્શાવી છે; કેમકે નેકીથી પરલોક સુધરે છે અને બદીથી બગડે છે એ જૈન ધર્મને અટલ સિદ્ધાંત છે. ગુરૂ Éિ વહુના ?
QR CODELED EH (Gg
ઈતિ પૂર્વપક્ષ H GIR)) HD BE CHછે.
gan