________________
પારસી સૃષ્ટિ
૨૫૯
નારા છે. જૈનેાના ઈંદ્રના લેાકપાલાની સાથે એમની સરખામણી કરીએ તેા કેટલેક અંશે થઈ શકે તેમ છે. સૃષ્ટિ સંબંધે ચારેની કાર્ય પદ્ધતિમાં બહુ ફેર છે. અવતારા તે ખુદ પોતે જ ઘરધણીની માફ્ક સૃષ્ટિનું કાર્ય કરે છે. ખુદા અને યહેાવાડ કેટલેક સ્થળે હુકમમાત્રથી પોતે અને કેટલેક સ્થળે ફિરસ્તાઓની મારફત કાર્ય કરાવે છે. ત્યારે અહુરમઝદે પોતે પૃથ્વી જલ આદિને હુકમ કયાંય કર્યાં નથી, કિન્તુ અમશાસ્પન્દ ઉત્પન્ન કીધા અને અમુક અમુક કાર્યને અધિકાર તેમને સોંપી દીધે. તે પ્રમાણે અમશાસ્પદો જ સૃષ્ટિના કાર્યના આધષ્ઠાતા બન્યા છે. કુરાનમાં અને બાઈબલમાં જેમ ખુદા અને યહેાવાહ વારંવાર મનુષ્ય સમાજના સંપર્કમાં આવી પેાતાની શક્તિને પરિચય કરાવતાં આત્મપ્રશંસા, એકને બચાવવાની, બીજાને મારવાની, શત્રુ મિત્રભાવ ફેલાવવાની, અલિ લેવાની. લડાઈને। માર્ગ ખતાવવાની લૌકિક વાતે કરી છે તેમ અહુરમઝદે પેાતાને મુખે ક્યાંય પણ વાત કરી સાંભળવામાં નથી આવતી. કિન્તુ અહુરમઝદના ભક્તોએ ભક્તિવશે સ્તુતિ કરતાં અહુરમઝદને મહિમા ગાયા છે અને પેાતાને તથા પેદા કરવાનું આલેખ્યું છે. માનવીની મતલબી વૃત્તિને તૃપ્ત કરવા માટે અમશાસ્પન્દો ઉપરાંત ચંદ્ર, સૂર્ય, નદી, અગ્નિ આદિની સ્તુતિ કરતાં કાઈની પાસેથી સેાના ચાંદી તે કાઈની પાસેથી લડવાનાં હથિયારા, કાઈની પાસે આસાની, લાંખી જીંદગી, હેાટાઈ, ડહાપણુ, ફરજંદ આદિ માંગ્યા છે. પુસ્તકમાં તે માંગણી ને માંગણીજ કરી છે. જવાબ તા કાઈ એ આપ્યા જોવામાં નથી આવતા.
ખલ્કતને
અલબત્ત, અહુરમઝદના ભક્તોની એ વિશેષતા છે કે કુરાન અને બાઈબલની માફક લડાઈ કરવાના ઉપદેશ કાઈ જગ્યાએ અહુરમઝદને મુખે કે સ્તુતિ કરનારને મુખે કરવામાં નથી આવ્યા. પશુએની લિ કે મનુષ્યેાની હત્યા કરવાનું પણ બતાવવામાં નથી આવ્યું. એ બધું અહુરમઝદની સાત્ત્વિક વૃત્તિ સાબિત કરનારૂં છે.