________________
ઈશ્વરકતૃત્વ-પ્રતિવાદ.
દાર્શનિક-ઉત્તર પક્ષ.
બ્રહ્મસૃષ્ટિ અને મીમાંસાદર્શન. વૈદિક સૃષ્ટિનો ૧૯મો પ્રકાર બ્રહ્મસૃષ્ટિનો પૂર્વે દર્શાવેલ છે. ઓગણીસે પ્રકાર ઋષિઓના સંશયથી આક્રાન્ત થયેલ છે. નાસદીય સુક્તની છઠી અને સાતમી ઋચાએ સૃષ્ટિના સર્વ પ્રકારેને ખંડિત કરી દીધા છે તે પણ વ્યવસ્થિત વિચાર કરનાર દર્શનકારે સૃષ્ટિ પર શું શું માને છે તેનું પણ હું દિગદર્શન કરીએ. વેદની સાથે સૌથી વધારે સંબંધ રાખનાર પૂર્વમીમાંસાદર્શન કે જેના સંસ્થાપક જૈમિનિ ઋષિ છે, તેમને સૃષ્ટિ પર શું અભિપ્રાય છે તેનું મીમાંસાદર્શનના માનનીય પુસ્તક શાસ્ત્રદીપિકા અને કાર્તિક આદિ પુસ્તકેને આધારે નિરીક્ષણ કરીશું.
જૈમિનિ સૂત્રના પ્રથમ અધ્યાય પ્રથમ યાદના પાંચમા અધિકરણની વ્યાખ્યા કરતાં શાસ્ત્રદીપિકાકાર શ્રીમત્પાર્થસારથિ મિશ્ર શબ્દ અને અર્થને સંબંધ કરનાર કોણ છે તેને પરામર્શ કરતાં કહે છે કે
"न च सर्गादिर्नाम कश्चित्कालोऽस्ति, सर्वदाहीदृशमेष जगदिति दृष्टानुसारादवगन्तुमुचितम् । न तु स कालोऽभूत् ચણા રમિ ના દિકરા પ્રમાણાતા” સૃષ્ટિની આદિ હોય એ કઈ કાલ છે નહિ. જગત હમેશાં આવા પ્રકારનું જ છે. તે પ્રત્યક્ષ અનુસાર જાણવું ઉચિત છે. એવો કેઈ કાલ અગાઉ આવ્યો નથી કે જેમાં આ જગત કંઈ પણ હતું નહિ. એમ માની લેવામાં કોઈ પણ પ્રમાણ નથી.
આગળ જતાં દીપિકાકાર કહે છે કે પ્રમાણ વિના પણ કંઈ પણ ન હતું એમ માની લઈએ તે સૃષ્ટિ સંભવે જ નહિ. સૃષ્ટિ–કાય