________________
પારસી સુષ્ટિ
૨૫૫
અરદવીસુર (નદી)ની સ્તુતિ. એ અરદવીસુરનું પાણી મરદોના ખુનને સ્વચ્છ કરે છે. એરને જનમ આપતી વખતે સહેલાઈ કરી આપે છે. માતાઓના ગર્ભસ્થાનને પાક કરે છે. તેઓના થાનમાં વખતસર દૂધ મુકે છે.
એનું પાણુ બીજા પાણુઓથી ચડતું ગણવામાં આવ્યું છે. એવી વિખ્યાતિ પામેલી અરદવીસુરની હું સંતાયશ કરું છું.
(ત છે. અ૦ અરદવીસુર નીઆએશ)
બંદગી. દુન્યાના લોકોને માટે બંદગી સારી છે, સર્વોત્તમ છે. તે પાપીઓની સામે આપણે બચાવ કરે છે. આપણું બંદગી પાપીઓના હાથપગ અને મોઢાંને બેડી સમાન બાંધી લે છે.
(તખોઅ૦ સરોશ યસ્ત હા-દેખી) અહુરમઝદ અને અમશાસ્પદૈ (ફિરસ્તા)ની સ્તુતિ.
અશે જરાસ્તે અહુરમઝદને પુછયું કે એ હાડમંદ દુનિઆના પાક પેદા કરનાર ! કઈ માથુ વાણું ઘણુજ હિમ્મત આપનાર, ઘણી જ ફતેહમંદ, વેરીને મારનાર, તનદરસ્તિ આપનાર અને પાપી દુઃખ પહોંચાડનારાનાં દુઃખને ટાળનાર છે ? ત્યારે અહુરમજદે જવાબ આપ્યો કે મારાં અને અમશાસ્પોનાં નામો ઘણુંજ હિમ્મત આપનાર, ફતેહમંદ, વેરીને મારનાર, તનદરસ્તિ આપનાર અને પાપીઓનાં દુઃખોને ટાળનાર છે.
( તવ અત્ર હરમજદ યસ્ત)
નારી ફિરસ્તે. અશશવંઘ નારી ફિરસ્તો છે. તે દોલત, ખજાન અને સુખ ઉપર મવક્કલ છે......એને અહુરમજદની દિકરી, અમશાસ્પબ્દોની હેન અસપદારમદ અમશાસ્પન્દ (નારી ફિરસ્તા)ની દીકરી અને