________________
સૃષ્ટિવાદ અને ઇશ્વર
તેશતર તીરની આરાધના.
સેવટે કહે છે કે તેશતર તીરની આરાધના જે દેશમાં થાય છે, ત્યાં દુઃખ, દરદ, સંકટ અને દુશ્મનને ધસારા કાંઈ ખી ખરાબી કરી શકતાં નથી. વળી વધુ જણાવ્યું છે કે ગુનેહગાર, ખદએરત, અને દીનદુશ્મન તેશતર તીરની સેતાયશમાં કીધેલી ક્રિયાની ચીજોને અડકી શકે નહિ, અગર જો ક્રિયાની ચીજો ઉપયેગમાં લેવા પામે તેા તે જગ્યાએ સંકટ આવી પડે, દુશ્મન ધસારા લાવે, અને લેાકાને મા થાય. (ત॰ ખા॰ અ॰ તીર યસ્ત )
સૂર્યાંની સ્તુતિ.
ખારશેદના ઊગવાથી કુલ જમીન પાક થાય છે. તમામ વહેતા અને સ્થિર પાણી પાક થાય છે અને અહુરમઝદની તમામ પેદાયશ પાક થાય છે...એ સમથ્યને લીધે જે કાઇ શખસ ખારશેદની આરાધના કરે છે, તે ગાયા અહુરમઝદ અને અમશાસ્પદાની આરાધના કરે છે, અને મીને યઝદાને ખુશનુદ કરે છે.
(ત॰ ખા॰ અ॰ ખારશેદ નીઆએશ ) ચંદ્રની સ્તુતિ-નમસ્કાર.
રાત તેમજ પુનમના ચંદ્રને હું નમસ્કાર કરૂં છું. અમશાસ્પ માહતાબની રાશનીને ટકાવી રાખે છે, અને તે રાશની પૃથ્વી ઉપર ફેલાવે છે. (ત॰ ખા॰ અ॰ માહ ખેાતાર નીઆએશ ) અગ્નિની સ્તુતિ.
અએ અહુરમઝદના સૌથી મહાન આતશ મઝદ ....... મારા ઘરમાં કયામતના વખત સુધી તું મળતા અને પ્રકાશતા રહેજે. એ આતશ ! મને આસાની, લાંબી જીંદગી, પુર સુખ, મ્હાટાઈ, ડહાપણ ...ક્રજંદ અખશ. (ત॰ ખે॰ અ॰ આતશ નીઆએશ. )
૨૫૪