________________
પારસી સુષ્ટિ
૨૫૧
આતશ, આબાદીથી ભરપૂર ખજાના, તથા દેલત સાથનું પાદશાહી
રેહ, ફળદ્રુપ જમીન, નિર્મલ પાણી, ખીલતા એરવર તથા ઝાડપાન, કપડાં, સારા ચહેરાની રેહમંદ તાબેદાર સ્ત્રી...મીઠી જબાન, આનંદી મિત્રા, પાડોશીઓ, ભાઈઓ અને સૌથી નજદીકનાઓ, ખુશાલીભરેલું ખાણું (આદિ). (ત ખોટ અવ દા. અ. નમાજ)
અએ દાદાર ! તારી પાસગુજારી કરું છું–કે ભલો જમાનો આવ્યો; હું શુક્ર કરું છું કે મુશ્કેલીને જમાન નથી પહોંચે. સૃષ્ટિની શરૂઆતથી તે આજદિન સુધી તથા આજદિનથી તે કયામત અને તનેપસીન સુધી આસમાનની હયાતી માટે જમીનની પહોળાઈ તથા નદીની લંબાઈ, તથા ખુરશેદની બુલંદી, પાણુઓનું વહેવું, ઝાડપાનનું ઉગવું, આફતાબનું પ્રકાશવું, આસમાન ઉપર ઝળકતા માહતાબ તથા સતારા, એ બધાને માટે હું શુક્રગુજારી કરું છું.
(ત ખો અ૦ દાઅ. નમાજ) અએ દાદાર હરમજદ ! મનગ્નીથી શુક્ર ગુજારું છું, ગવનીથી શુક્ર કરું છું, કુનગ્નીથી શુક્ર કરૂં છું. અએ દાદાર ! તારા શુકરાના કે તે માનવીની ઓલાદનો પેદા કીધે અને તે મને સાંભળવાની બોલવાની તથા જેવાની શક્તિઓ આપી. વળી તેં મને સ્વતંત્ર પેદા કીધે, નહિ કે ગુલામ તરીકે, અને તેં મને મરદ તરીકે પેદા કીધે, નહિ કે એારત તરીકે, અને તેં લાજ ધરીને ખાનાર તરીકે પેદા કીધો, નહિ કે બેલતાં ચાલતાં. (ત ખરા અ૦ દાઅનમાજ)
મનુષ્યની શ્રેષ્ઠતા. તેણે તમામ પેદાયશામાં ઈન્સાનને વાચા, ડહાપણ અને અકકલ બક્ષીને ચઢતા દરજ્જાને બનાવ્યો છે, જેથી તે તેઓની સામે થઈ તેઓથી દૂર રહી શકે અને ખુલ્કતને સારી રાહ ઉપર ચલાવે.
(ત છે. અા દે આ નામ સેતાયશને.)