________________
૨પ૦
સુષ્ટિવાદ અને ઈશ્વર
પશઓની બલિ માગનાર બનાવીએ છીએ, ત્યારે ખુદા કે યહેવાલ ઈશ્વરટિમાં રહી શકતા નથી કિન્તુ સ્પષ્ટ રીતે તેઓ દેવામાં પણ હલકી જાતના દેવોની ટિમાં આવી જાય છે. વિશાળ મનાતા એ જનાગમ વાયાનુસાર દેવો જે મનમાં ધારે તે કામ કરી શકે છે, અર્થાત મનમાં ઈચ્છા થઈ કે તે કામ તરત થઈ જાય છે. એ હિસાબે છ દિવસમાં સૃષ્ટિ બનાવી સાતમે દિવસે આરામ લીધો એમ જે કુરાનમાં અને બાઈબલમાં કહ્યું છે તે જૈન દષ્ટિએ કઈ અનુચિત નથી. એટલું જ નહિ પણ જૈન દષ્ટિએ છ દિવસ તે શું પણ છ કલાક કે છ મિનિટ અરે છ સેકંડમાં પણ દેવતા કરી શકે છે; એ દેવતાઓની શક્તિ છે. એટલે ખુદા કે યહોવાહ યા તેના ફિરસ્તાઓને દેવાટિમાં માનીએ તે ઉપરની વાત બંધ બેસતી થઈ જાય છે. તેમને ઈશ્વરકેટિમાં માનીને તેમને હાથે લડાઈ ને ઉપદેશ આપી રાગદ્વેષનાં કામ કરાવવાં એ તે નરી વિચારશન્યતા યા અજ્ઞતા નહિ તો બીજું શું કહેવાય? ગુફોજુ કિંગ વહુના ?
પારસી મૃષ્ટિ.
અહુરમઝદની (ઈશ્વરની) સૃષ્ટિ. અએ દાદાર ! શુક્ર તારા કે તેં મને નેક તથા ભલી દીનવાળો પેદા કીધે. અને બુદ્ધિ તથા અકકલ, તથા આશાએશ તથા આંખની રેશની, તથા હાથ ને પગ, તથા સ્વાદિષ્ટ ખેરાક, તથા સુશોભિત પિશાક અને તમામ નેકી મારી ખાદેશ મુજબ આપ્યું.
(ત ખોટ અવ દાદાર અહુરમઝદની નમાજ) અએ દાદાર ! તારી સેતાયશ (સ્તુતિ) કરું છું કારણ કે આ તારી પેદાશ હું જોઉં છું; જેમકે-બુલંદ આસમાન, તપતો આફતાબ, ગેસ્પંદની તેખમ ધરાવનાર માહતાબ, લાલ બળતે પ્રકાશિત)