________________
પૌરાણિક, મુસ્લીમ અને ક્રિશ્ચિયન સૃષ્ટિની સમાલોચના.૨૪૯
દર્શાવેલ છે. આમાં પણ ક્યાંક તો આદિપુરૂષ તરીકે બ્રહ્મ દર્શાવેલ છે અને બ્રહ્મા, વિષ્ણુ, સૂર્ય, પ્રકૃતિદેવી વગેરે તેનાજ આવિષ્કારે તેવા અવતારે છે. જરા ઉડે વિચાર કરવાથી એમ માલમ પડે છે.
ખરી રીતે અવતારવાદને વિકાસ કરવાને જ પુરાણોની રચના કરવામાં આવી છે એમ કહીએ તે ખોટું નથી. આ અવતારે કુરાનમાં બતાવેલ ખુદાના ફિરસ્તા અને બાઈબલમાં દશાવેલ યહાવાહના સાત આત્મા સાથે સરખાવીએ તે લગભગ ત્રણેને સમશ્ય એકસરખી રીતે થઈ જાય છે. જૈન શાસ્ત્રમાં દર્શાવેલ દેવો અને ઈદ્રોની સાથે પણ આ અવતારોની એકવાક્યતા થઈ શકે છે. બ્રહ્મવૈવર્તપુરાણમાં ગેલોકવાસી કૃષ્ણના મુખમાંથી વીણા–પુસ્તકધારિણી સરસ્વતી, મનમાંથી મહાલક્ષ્મી, બુદ્ધિમાંથી અસ્ત્ર શસ્ત્ર ધારણ કરતી મૂળ પ્રકૃતિ વગેરે પ્રગટ થવાનું જે લખ્યું છે, તે જૈન શાસ્ત્રમાં દર્શાવેલ દેવતાની વૈક્રિય શક્તિનો પ્રભાવ માનીએ તે બધી વાત બંધ બેસતી ઘટી જાય છે. જૈન શાસ્ત્રમાં તે કૃષ્ણમહારાજને વૈક્રિય શક્તિ હતી એમ પણ કહ્યું છે. વૈક્રિય શક્તિથી હજારે, લાખો કે કરે ગોપીઓ બનાવવી હોય તો બનાવી શકે છે. મુખમાંથી સરસ્વતી દેવી અને મનમાંથી મહાલક્ષ્મી દેવી પ્રગટ કરવી હોય તો કરી શકે છે. વિષયક્રીડા કરવી હોય તો તે કરી શકે છે અને રાસલીલા પણ રચી શકે છે. આ બધી પ્રક્રિયા દેવકોટિની છે, ઈશ્વરકોટિની નથી. વિષયક્રીડા કરનાર અને રાસલીલા રમનારને પણ ઈશ્વરટિમાં ઉતારવો તે તેના ભકતોની અંધ શ્રદ્ધા સિવાય બીજું કશું નથી. ખુદા અને યહોવાહને બ્રહ્મની માફક નિરંજન નિરાકાર, જગદ્ વ્યાપક માની સર્વસામર્થ્યવાન માનીએ ત્યાં સુધી તે તે ઈશ્વર કેટિમાં રહી શકે છે, પણ જ્યારે તેને સૃષ્ટિકાર્યમાં પ્રવૃત્ત કરીએ છીએ, એક વર્ગના ઉદ્ધારક અને બીજા વર્ગના ઘાતક, ભક્તોના રાગી અને પ્રતિપક્ષીઓના દ્વેષી, લડાઈ–યુદ્ધની પ્રેરણ કરનાર યા :ઉપદેશ આપનાર, ભકતોની વૃત્તિમાં સંકુચિતતા ઉત્પન્ન કરનાર કે