________________
૨૪૬
સૃષ્ટિવાદ અને ઈશ્વર
તેઓ સીધે રસ્તે ચડે તે તારા હાથમાં નથી, પણ ખુદા જેને ચાહે છે તેને સીધે રસ્તે બતાવે છે...
(ગુ.ક. પ્ર. ૨ સુરતુલ–બકરા આ. ૨૭ર) આકાશમાં અને પૃથ્વીમાં જે છે તે અલ્લાહનું જ છે, અને જે તમારા મનમાં છે તે તમે ખુલ્લું કરો અથવા છુપું રાખો તેને હિસાબ ખુદા તમારી પાસેથી લેશે. પછી જેને તે ચાહે તેને તે માફી આપશે અને જેને ચાહે તેને શિક્ષા કરશે અને ખુદા સર્વશક્તિમાન છે.
(ગુ. ક. પ્ર. ૨ સુરતુલ–બકરા આ. ૨૮૪) અને આકાશો અને પૃથ્વીની પાદશાહી ખુદાની જ છે અને ખુદા સર્વ ચીજ ઉપર સત્તાવાન છે.
(ગુ. કુ. પ્ર. ૩ સુરત આલે-એમરાન આ. ૧૮૯) અને કઈ જીવ એ નથી કે તે ખુદાના હેકમ સિવાય મરી જાય.... (ગુ. કુ. પ્ર. ૩ સુરત આલે-એમરાન આ. ૧૪૫)
અને જે તારા પરવરદગારે ઈચ્છયું હોત તે જે પૃથ્વી ઉપર છે તેઓ સઘળા ઈમાન લાવ્યા હતા. અને એવો કોઈ માણસ નથી કે જે ખુદાના હકમ સિવાય ઈમાન લાવે, અને ખુદા પોતાના કેપ જેઓ સમજતા નથી તેઓના ઉપર કરશે.
(ગુ. કુ. પ્ર. ૧૦ સુરત-યુનેસ આ. ૯૯-૧૦૦). અને ખરેખર અમે જીવ આપીએ છીએ અને અમે મેત આપીએ છીએ; અને અમે સર્વના વારસ છીએ.
(ગુ. કુ. પ્ર. ૧૫ સુરતુલ–-હજુર આ. ૨૩) અને જ્યારે અમે ઇચ્છીએ કે કઈ કેમને નાશ કરીએ ત્યારે અમે ત્યાંના દોલતમંદ લોકોને (આધીન થવા) હેકમ કરીએ છીએ. પછી તેઓ નાફરમાની કરે છે. પછી અમે તેને જડમૂળથી ઉખેડી નાશ કરીશું. અને ઘણા જમાનાનો નુહ પછી અમે નાશ કર્યો...
(ગુ. કુ. પ્ર. ૧૭ સુરત-બની-એસરાઈલ આ. ૧૬-૧૭)