________________
૨૪૪
સૃષ્ટિવાદ અને ઈશ્વર
આ પ્રમાણે અમે ગુન્હેગારોના હૃદયમાં તેજ વર્તણુક દાખલ કરીએ છીએ. (ગુ. કુ. પ્ર. ૧૫ સુરતુલ-હજુર આ. ૧૨ )
શું તેં જોયું નથી કે અમે શેતાનને કાફેરો ઉપર મેકલ્યા છે કે જેઓ તેઓને ખસેડીને (પાપ કરવા) ઉશ્કેરે છે? માટે તું તેઓની ( શિક્ષા) વિષે ઉતાવળ કર નહિ. ખરેખર અમે તેઓને માટે (મૃત્યુનો) વખત ગણીએ છીએ.
(ગુ. કુ. પ્ર. ૧૯ સુરત–મયમ આ. ૮૩-૮૪) અનેક દેવવાદને ઉચ્છેદ તથા એક
દેવવાદની સ્થાપના. અને યાદ કરે છે, જ્યારે અમે એસરાઈલના છોકરાઓનું વચન લીધું કે તમે ખુદા સિવાય બીજા કેઈની બંદગી કરે નહિ.
| (ગુ. ક. પ્ર. ૨ સુરતુલ-બકરા આ. ૮૩)
તેઓએ કહ્યું કે, શું તું અમારી પાસે એટલા માટે આવ્યો છે કે અમે એકજ ખુદાની બંદગી કરીએ અને જેની અમારા બાપ દાદા બંદગી કરતા હતા તેને એમ તજી દઇએ ?...
| (ગુ. કુ. પ્ર. ૭ સુરોલ–અઅરાફ આ. ૭૦) અને યાદ કર) કે જ્યારે એબ્રાહિમે કહ્યું કે હે પરવરદગાર, આ શહેરને સલામતીનું સ્થાન બનાવ, અને મને અને મારા છોકરાઓને મૂર્તિઓની બંદગી કરવામાંથી દૂર રાખ. હે પરવરદગાર, ખરેખર તેઓએ માણસમાંના ઘણાને આડે રસ્તે દોર્યા છે, પણ મને જે કઈ અનુસરે છે તે ખરેખર મારાજ છે..
(ગુ. કુ. પ્ર. ૧૪ સુરત–એબ્રાહીમ આ. ૩૫-૩૬) જે વખતે કે તેઓની પાસે પેગમ્બરે તેઓનાં મ્હોં આગળથી અને તેઓની પાછળથી આવ્યા (અને કહ્યું) કે તમે ખુદા સિવાય કેઈની બંદગી કરે નહિ.... શું તેઓએ જોયું નહિ કે ખુદા કે જેણે તેઓને પેદા કર્યા છે તે જ તેઓને કરતાં શક્તિમાં વધારે