________________
મુસ્લિમ સુષ્ટિ
૨૩૯
(પહેલી વાર) ટૂંકવામાં આવશે. પછી જે કાઈ આકાશ અને જે કાઈ પૃથ્વીમાં છે તે, જેને ખુદા ચાહે તે સિવાય, બેભાન થશે. પછી સુરમાં બીજી વાર ફેંકવામાં આવશે, પછી ત્યારે તેઓ સઘળા ઉભા રહી જોશે. અને પૃથ્વી પિતાના પરવરદગારના નૂરથી રોશન થશે, અને કૃત્યનું નામું (તેઓના હાથમાં) મૂકવામાં આવશે, અને પગમ્બરો અને સાક્ષીઓને લાવવામાં આવશે, અને તેઓની વચ્ચે સત્યપૂર્વક હેકમ કરવામાં આવશે, અને તેઓના ઉપર જેલમ થશે નહિ. (ગુ. ક. પ્ર. ૩૯ સુરતુઝ–ઝમર આ. ૬૦–૬૮-૬૯)
મુસ્લિમ કર્મસિદ્ધાન્ત. પછી જેઓ દુર્ભાગી થયા છે તેઓ આગમાં રહેશે. તેમાં તેઓને માટે વિલાપ અને પિકાર છે. અને જે તારે પરવરદગાર ઈછે તે સિવાય તેઓ તેમાં સદા રહેનાર છે, જ્યાં સુધી કે આકાશો અને પૃથ્વી રહે છે...પણ જેઓ સુભાગી થયા છે તેઓ બેહસ્તવાડીએમાં રહેશે...જ્યાં સુધી કે આકાશ અને પૃથ્વી રહે છે. તે એક અખંડ બક્ષીસ છે.
(ગુ. કુ. પ્ર. ૧૧ સુરત-હુદ આ. ૧૦૬–૧૦૭–૧૦૮ ) અને દરેક માણસનાં કૃત્યો અમે તેની ગરદન ઉપર મૂક્યાં છે, અને કયામતને દિવસે તેને માટે અમે એક ચેપડી બહાર લાવીશું કે જે તે ઉઘાડેલી જોશે. અને (તેને) કહેવામાં (આવશે) કે તારી કેતાબ વાંચ. તું પંડે આજે તારી સામે હિસાબ લેનાર બસ છે.
(ગુ. કુ. પ્ર. ૧૭ સુરત-અની-એસટાઇલ આ. ૧૩–૧૪)
જે સુખ તને મળે છે તે ખુદા તરફથી છે અને જે દુઃખ તારા ઉપર આવી પડે છે, તારા પિતાના તરફથી જ છે............
(ગુ. કુ. પ્ર. ૪ સુરતન–નેસાઅ. આ. ૭૯)