________________
૨૩૨
સૃષ્ટિવાદ અને ઈશ્વર
શું જેઓ કાફેર થયા છે તેઓ જોતા નથી કે ખરેખર આકાશ અને પૃથ્વી બન્ને એકત્ર નકકર પદાર્થ હતો; પછી અમે તે બન્નેને એક બીજાથી જુદાં કર્યો અને અમે પાણીમાંથી દરેક જીવતી ચીજ પેદા કરી ? શું તેઓ ઈમાન લાવતા નથી ? અને અમે પૃથ્વીમાં દઢ પર્વતે મુક્યા. એટલા માટે કે તે માણસને ડગમગાવે નહિ, અને તેમાં વિશાળ રસ્તા પેદા કર્યા છે કે કદાચ તેઓ પિતાને રસ્તે મેળવે. અને અમે આકાશને એક છાપરું બનાવ્યું છે કે જે (પડવામાંથી) જાળવેલું છે એને તેઓ તે (આસમાન) ની નિશાનીઓથી માં ફેરવનાર છે............. અને અમે કોઈ મનુષ્યને તારા પહેલાં (આ સંસારમાં) અમર બનાવ્યું નથી. શું, ત્યારે જે તું મરી જાય તે તેઓ અમર છે?
(ગુ. કુ. પ્ર. ૨૧ સુરતુલ–અનબીયા આ. ૩૦-૩૧-૩ર-૩૪)
આ સુરા જ્ઞાનભરેલી કેતાબની આયાત છે......તેણે આકાશને થાંભલા સિવાય પેદા કર્યા છે કે જે તમે જુઓ છો, અને પૃથ્વીમાં તેણે ઉંચા પર્વતે નાંખ્યા છે કે જેથી તે તમને ડગમગાવે નહિ, અને તેમાં દરેક જાતનાં પ્રાણીઓને વિખેર્યા છે, અને અમે આકાશમાંથી પાણી નીચે મોકલ્યું છે, પછી અમે તેમાં દરેક જાતનો સારો ભાજી પાલો ઉગાડ્યો છે. આ ખુદાની સૃષ્ટિ છે, ત્યારે તમે મને બતાવો કે ખુદા સિવાય (જેઓને ખુદા તરીકે માનવામાં આવ્યા છે) તેઓએ શું પેદા કર્યું છે; બલ્ક જેલમગારે ચકખી ભૂલમાં છે.
(ગુ. કુ. પ્ર. ૩૧ સુરત–લોકમાન આ. ૨-૧૦-૧૧) અને ખુદા તેજ છે કે જેણે પવનને મોકલ્યા; પછી તેઓ વાદળાંને ઉંચકી લઈ ગયા; પછી અમે તેમને મુએલી જમીન તરફ હાંકી કાઢ્યા. પછી અમે તે વડે જમીનને તેના મૃત્યુ પછી સજીવન કરી. આ પ્રમાણે ફરીથી માણસને ઉત્પન્ન કરવાનું છે...કે જેણે અમને કાયમ રહેવાની જગ્યામાં પોતાની કૃપાથી ઉતાર્યા છે. અમને