________________
મુસિલમ સુષ્ટિ,
૨૩૩
તેમાં કાંઈ દુઃખ પહોંચતું નથી, અને અમને તેમાં કાંઈ થાક લાગતો નથી. (ગુ. કુ. પ્ર. ૩૫ સુરતુલ–કાનેર–આ. ૯-૩૫)
પછી તેણે તેનાં સાત આકાશો બે દિવસમાં બનાવ્યાં....... | (ગુ. કુ. પ્ર. ૪૧ સુરતુસ-હમીમ સજદા આ. ૧૨)
અને આકાશ અમે એલાદી શક્તિથી બનાવ્યું, અને અમે (તેમ કરવા) શક્તિમાન છીએ.......
(ગુ. કુ. પ્ર. ૫૧ સુરતુઝ–ઝારીઆત આ. ૪૭)
આદમ-માનવની ઉત્પત્તિ. ખરેખર ઈસાને દાખલો ખુદા પાસે આદમના દાખલા જેવો છે કે જેને ખુદાએ મટેડીમાંથી બનાવ્યો, પછી તેણે તેને કહ્યું કે “થા” અને તે થયો.
(ગુ. કુ. પ્ર. સુરત–આલે ૩-એમરાન. આ. ૫૯) અને ખરેખર અમે મનુષ્ય (આદમ) ને સુકાવેલી માટી કે જે કાળી (અને) વાસ મારતી ભાટી હતી તેમાંથી પેદા કર્યો. અને જાન્સને તે અગાઉ ધૂમાડા વિનાની આગમાંથી અમે પેદા કર્યો.
(ગુ. કુ. પ્ર. ૧૫ સુરતુલહેર, આ. ૨૬-૨૭) ખુદા તેજ છે કે જેણે તમને નબળી ચીજમાંથી પેદા કર્યા છે, પછી તેણે નબળાઈ પછી બળ આપ્યું છે, પછી તેણે બળ પછી નબળાઈ અને ઘડપણું આપ્યું છે. જે તે ચાહે છે તે તે પેદા કરે છે.
(ગુ. કુ. પ્ર. ૩૦ સુરતુર-રૂમ આ. પ૪) અને અમે તમને પૃથ્વીમાં રહેવાની જગ્યા આપી છે, અને અમે તમારે માટે તેમાં ભરણપોષણનાં સાધને મુકરર કર્યો છે... અને ખરેખર અમે તમને પેદા કર્યો, પછી તમને આકાર આપ્યો, પછી ફેરેસ્તાઓને અમે કહ્યું કે આદમને સેજદો કરે, પછી તેઓ