________________
E
મુસ્લિમ સૃષ્ટિ
૨૩૧
ખરેખર તમારા પરવર દેગાર અલ્લાહ છે કે જેણે આકાશ અને પૃથ્વી છ દિવસમાં પેદા કર્યો. પછી તેણે અર્શ ઉપર પિતાની સત્તા ફેલાવી, તે સૃષ્ટિનાં કામ ચલાવે છે...............ખરેખર તે સૃષ્ટિની શરૂઆત કરે છે; પછી તેને (મરણ પછી) સજીવન કરે છે...... ખુદા તેજ છે કે જેણે સૂર્યને પ્રકાશિત બનાવ્યો છે, અને ચંદ્રને તેજોમય બનાવ્યો છે, અને તેને માટે ઘર (નક્ષત્ર) મુકરર કર્યો, કે જેથી તમે વરસની અને મહિનાના હિસાબની ગણતરી જાણે. ખુદાએ આ સર્વ સત્ય સિવાય બનાવ્યાં નથી....
(ગુ. કુ. પ્ર. ૧૦ સુરત–યુનોસ. આ. ૩–૪–૫) અલ્લાહ તેજ છે કે જેણે આકાશ અને પૃથ્વી પેદા કર્યા છે, જે અને આકાશમાંથી પાણી નીચે કહ્યું છે, પછી તે વડે ફળો તમારી રૂઝી માટે તે બહાર લાવ્યા છે અને વહાણને તેણે તમારા તાબામાં રાખ્યાં છે કે જેથી તે તેના હકમથી સમુદ્રમાં ચાલે. અને તેણે નદીએને વહેતી કરી તમારા કજામાં રાખી છે. અને તેણે તમારે માટે સૂર્ય અને ચંદ્ર કે જે હંમેશ ફરે છે તેને તાબે રાખ્યા છે, અને તેણે તમારે વાતે રાત અને દિવસને તાબામાં રાખ્યાં છે....... અને જે તમે ખુદાની મેહરબાની ગણવા ઈચ્છે તે તમે તેને ગણું શકે નહિ. ખરેખર મનુષ્ય જાત જેલમગાર (અને) અનુપકારી છે. ગુ. કુ. પ્ર. ૧૪ સુરત–એબરાહીમ આ. ૩૨-૩૩–૭૪)
ખુદા તેજ છે કે જેણે આસ્માનોને સ્તંભ વગર કે જે તમે જુએ છે, પેદા કરી ઉચે રાખ્યાં છે; પછી તેણે અર્શ ઉપર પોતાની સત્તા ફેલાવી, અને સૂર્ય અને ચન્દ્રને સ્વાધીન રાખ્યા; દરેક નીમેલા વખત સુધી ફરે છે. તે સૃષ્ટિનું કામ ચલાવે છે......અને ખુદા તેજ છે કે જેણે પૃથ્વી વિસ્તારી અને તેમાં દઢ પર્વતો અને નદીઓ પેદા કરી છે, અને સઘળાં ફળો તેમાં જુદીજુદી બે જાત પેદા કરી છે. તે રાતથી દિવસને ઢાંકી દે છે........તેણે આકાશમાંથી પાણી નીચે મેકલ્યું, પછી નદીએ પોતાના પ્રમાણમાં વહેતી થઈ.
(ગુ. કુ. પ્ર. ૧૩ સુરતુર–રઅદ આ. ૨-૩–૧૭)