________________
સુષ્ટિવાદ અને ઈશ્વર મુસ્લિમ સૃષ્ટિ.
ખુદા તેજ છે કે જેણે પૃથ્વીમાં જે સઘળું છે તે તમારે માટે પેદા કર્યું છે. પછી તેણે આકાશ ઉપર સત્તા ફેલાવી (પેદા કરવા. ધાર્યું). પછી તેણે સાત આકાશે બનાવ્યાં; અને તે સર્વ ચીજ જાણનાર છે. (ગુજરાતી કુરાન પ્ર૨ સુરતુલ-બકરા આ. ર૯)
તે સવારના પરોઢીયાને ઉદય કરનાર છે અને તેણ રાત્રીને વિસામાની જગ્યા બનાવી છે અને સૂર્ય અને ચંદ્રને વખતની ગણતરી માટે પેદા કર્યા છે; આ શક્તિમાન (અને) દાના (ખુદાની) રચના છે. અને ખુદા તેજ છે કે જેણે તમારે માટે તારા બનાવ્યા છે કે જે વડે તમે જમીન અને સમુદ્રના અંધારામાં રસ્તે શેધી કાઢે. ખરેખર જે કેમ જાણે છે તેને માટે અમે નિશાનીઓનું વિગતવાર વર્ણન આપ્યું છે. (ગુ કુ. પ્ર. ૬ સુરતલ-અનઆમ આ. ૯૭–૯૮)
ખરેખર તમારો પરવરદગાર અલ્લાહ તેજ છે કે જેણે આકાશ અને પૃથ્વી છ દિવસમાં પેદા કર્યા. પછી તેણે અર્શ (પેદા કરવા)ને કદ કર્યો. ખુદા દિવસને રાત વડે ઢાંકી દે છે, તે તેની પાછળ ઉતાવળી દોડતી આવે છે, અને સૂર્ય અને ચંદ્ર અને તારાઓ તેના હેકમને આધીન થએલા છે. જાણે, પેદા કરવાનું અને હેકમ તેનાજ છે. ...અને ખુદા તેજ છે કે જે પવનને સારા સમાચાર આપનાર તરીકે પિતાની દયા (વરસાદ) અગાઉ મોકલી આપે છે, છેવટે જ્યારે તે ભારે વાદળાંને ઉંચકી લઈ જાય છે, ત્યારે તેને અમે મુએલા (સુકાઈ ગયેલા) દેશ ભણી હાંકીએ છીએ. પછી તેમાંથી અમે પાણી નીચે મેકલીએ છીએ.....આ પ્રમાણે અમે મુએલાને સજીવને કરી બહાર લાવીએ છીએ કે કદાચ તમે શિખામણ .
| (ગુ. કુ. પ્ર. ૭ સુરોલ–અઅરફ આ. ૫૪–૫૭)